રાહુલ અને સોનિયાએ આગેવાનીમાં લોકસભામાં 25 સાંસદોને બહાર કરવા વિરુદ્ધ પ્રદર્શન

મંગળવાર, 4 ઑગસ્ટ 2015 (11:28 IST)
કોંગ્રેસના 25 સાંસદોને બહાર કરવાના વિરોધમાં આગામી પાંચ દિવસ સુધી નવ વિપક્ષી પાર્ટીઓ પણ લોકસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરી રહી છે.  
 
સાંસદોના નિલંબન વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટીના સાંસદોએ આજે મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ધરના કરી. આ પ્રદર્શનની આગેવાની કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ આ પ્રદર્શનમાં જોડાયા. આ ઉપરાંત અન્ય પાર્ટીઓના સાંસદોએ પણ આમાં ભાગ લીધો.
 
લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે જ સ્પષ્ટ કરી દીધુ હતુ કે તૃણમૂળ કોંગ્રેસ, એનસીપી, જેડીયૂ, આરજેડી મુસ્લિમ લીગ, આમ આઅમી પાર્ટી અને લેફ્ટ પાર્ટિયો લોકસભાની કાર્યવાહીમાં ભાગ નહી લે. 
 
બીજી બાજુ લોકસભા અધ્યક્ષની કાર્યવાહી પર નારાજગી બતાવતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ કે આ લોકતંત્ર માટે કાળો દિવસ છે. 
 
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ લલિતગેટ અને વ્યાપમના મુદ્દે મંત્રીઓ પાસેથી રાજીનામાની માંગ પર અડી છે. કોંગ્રેસના સાંસદ સદનમાં કાળી પટ્ટી બાંધીને અને હાથમાં તખ્તિયો લઈને આવી રહી છે. સતત નારેબાજી કરી રહી છે. જેનાથી સદનમાં કાર્યવાહી થઈ નથી રહી. 
 

વેબદુનિયા પર વાંચો