ભારત-ચીન વચ્ચે ત્રણ સમજૂતી પર થયા હસ્તાક્ષર

બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (16:57 IST)
ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ત્રણ દિવસીય ભારત પ્રવાસ હેઠળ બુધવારે ગુજરાતના અમદાવાદ શહેર પહોંચ્યા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીતમાં વેપાર અને રોકાણના મુદ્દા પર એજંડામાં સર્વોપરિ રહેવાની શક્યતા છે. બીજી બાજુ ભારત અને ચીન વચ્ચે ત્રણ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. 
 
જાણો કંઈ સમજૂતી પર હસ્તાક્ષર થયા 
 
પ્રથમ સમજૂતી - ગુજરાતને ચીનના વિકસિત રાજ્ય ગ્વાંગડોગની જેમ વિકસિત કરવાને લઈને કરાર થયો. 
બીજી સમજૂતી - ભારત અને ચીન વચ્ચે અમદાવાદને ચીનના શહેર ગ્વાંગજાઓની જેમ વિકસિત કરવાને લઈને હસ્તાક્ષર 
ત્રીજી સમજૂતી - વડોદરાના નિકટ ઈંડસ્ટ્રિયલ પાર્કના વિકાસને લઈને થયો. સ્માર્ટ સિટી તરફ મોદીનુ એક વધુ પગલુ.  

વેબદુનિયા પર વાંચો