સંસદીય દળની બેઠકમાં સાંસદોની ક્લાસ લગાવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બીજેપી સંસદીય દળની બેઠકમાં બીજેપી સાંસદોની જોરદાર ક્લાસ લીધી. પ્રધાનમંત્રીએ સાંસદોને પૂછ્યુ કે તમે લોકો ગામડામાં જાવ છો ? પ્રધાનમંત્રીએ પૂછ્યુ કે તમે લોકો સરકારની યોજનાઓને લોકોની વચ્ચે લઈ જાવ છો કે નહી ? જો તમે નહી લઈ જાવ તો લોકોને સરકારની યોજનાઓ વિશે માહિતી કેવી રીતે મળશે ?
3 કરોડ નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા
પ્રધાનમંત્રીએ એનડીએ સરકારની યોજનાઓ અને સફળતાઓ પર પ્રકાશ નાખતા કહ્યુ કે 3 કરોડ 18 લાખ નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે મુદ્રા બેંકમાંથી પણ ત્રણ કરોડ લોકોને ફાયદો થયો છે. શુ તમે આ વાત લોકોને બતાવી ? જ્યા સુધી તમે બતાવો નહી ત્યા સુધી લોકોને કેવી રીતે ખબર પડશે કે સરકાર લોકોના હિત માટે શુ કામ કરી રહી છે ?
યૂપીએ પર સાધ્યુ નિશાન
પૂર્વવર્તી યૂપીએ સરકાર પર નિશાન સાધતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે પહેલાની સરકાર પોતાની યોજનાઓનુ નગારુ વગાડતી હતી. તમે લોકો કમસે કમ સાચી માહિતી તો લોકોને આપો. પ્રધાનમંત્રી એ સાંસદોને સીધો સવાલ પૂછ્યો કે ઉર્જા ઉત્સવ મનાવવાની વાત થઈ હતી શુ તમે આની માહિતી લોકોને આપી. કયા કયા સાંસદોએ પોતાના વિસ્તારમાં ઉર્જા ઉત્સવ મનાવ્યો.