પરિણામ પહેલા બોલી પંકજા મુંડે - હું સાચી નેતા, હુ છુ સીએમ પદની સાચી હકદાર

શનિવાર, 18 ઑક્ટોબર 2014 (12:35 IST)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામના ઠીક એક દિવસ પહેલા દિવંગત ભાજપા નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજાના એક નિવેદને ભાજપાની મુશ્કેલી વધારી દીધી છે. પંકજાએ ખુદને પોતાના પિતાની જેમ મહારાષ્ટ્રની સાચી જન નેતા બતાવતા કહ્યુ કે હુ મુખ્યમંત્રી પદની દાવેદાર છુ. 
 
એક્ઝિટ પોલ પછી પાર્ટીને 15 વર્ષ પછી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની આશા જાગી છે.  બીજી બાજુ મુખ્યમંત્રીની પસંદગી પરેશાનીઓથી ભરપૂર હોઈ શકે છે. પંકજા ઉપરાંત દેવેન્દ્ર ફડનવીસ, એકનાથ ખડગે. વિનોદ તાવડે પણ સીએમ પદની દોડમાં છે. 
 
પંકજાએ એક છાપા સાથે ચર્ચામાં કહ્યુ કે હુ મહારાષ્ટ્રમાં ભાજપાની જનનેતા છુ કારણ કે બાકી નેતા તો ફક્ત મેટ્રો શહેરોમાં રહે છે. આ દરમિયાન વિધાન પરિષદમાં નેતા પ્રતિપક્ષ વિનોદ તાવડેએ સ્પષ્ટ કર્યુ છે કે મુખ્યમંત્રી કોન બનશે.. આ વિશે અંતિમ નિર્ણય સંસદીય બોર્ડ ચૂંટ્ણી ધારાસભ્યોની ભલામણ કરનારા ઉમેદવારોના નામ પર વિચાર કરીને કરશે.  
 
કોંગ્રેસે પંકજના નિવેદનને અપરિપક્વ બતાવ્યુ. - પંકજાના નિવેદનને કોંગ્રેસ નેતા પીસી ચાકો અને એનસીપી નેતા તારિક અનવરે અપરિપક્વ બતાવ્યુ છે. નેતાઓનુ કહેવુ છે કે ચૂંટણી પરિણામ આવતા પહેલા ખુદને મુખ્યમંત્રી પદના દાવેદાર બતાવવા હાસ્યાસ્પદ છે અને ભાજપાએ આનાથી બચવુ જોઈએ. આ ખૂબ રસપ્રદ છે કે નવા નેતા મુખ્યમંત્રીની ખુરશી માટે કેટલા ઉતાવળા છે. 
 

વેબદુનિયા પર વાંચો