નવા 500 અને 2000 રૂપિયાના નોટની નકલ કરવામાં પાકિસ્તાનના નાકમાં દમ આવી જશે

ગુરુવાર, 10 નવેમ્બર 2016 (15:49 IST)
ભારતમાં રજુ નવા નોટોને પાકિસ્તાન કૉપી નહી કરી શકે. જી હા આ સમાચાર પાક્કા છે. આ સંબંધમાં ગુપ્ત એજંસીઓ પણ આશ્વાસન આપતી દેખાય રહી છે. નવા 500 અને 2000 રૂપિયાના નોટોની સુરક્ષાને લઈને ભારતીય સુરક્ષા એજંસીઓ ચિંતિત જોવા મળી રહી છે. કારણ કે એજંસીઓનુ માનવુ છે કે આ નોટોમાં જે સુરક્ષા માપદંડ અપનાવવામાં આવ્યા છે એ આવનારા થોડા સમય સુધી તેની નકલ કરવી પાકિસ્તાન અને અન્ય અપરાધિક નેટવર્ક્સ માટે લગભગ અશક્ય છે. 
આ સંબંધમાં આજે અંગ્રેજી છાપુ ટાઈમ્સ ઓફ ઈંડિયાએ સમાચાર આપ્યા છે જેમા તેને એક ઉચ્ચ સરકારી અધિકારીના હવાલાથી સમાચાર આપ્યા છે કે રિસરચ એંડ એનેલિસિસ વિંગ (રૉ), ઈંટેલિજંસ બ્યુરો (આઈબી) અને ડીઆરઆઈએ છેલ્લા છ મહિનાથી ગુપ્ત રૂપે છપાય રહેલા નોટોનો તપાસ કરી છે. જો કે અધિકારી એ બતાવવાનો ઈનકાર કર્યો કે નોટ કેટલી સુરક્ષા ફિચર્સથી લેસ છે. પણ અધિકારીએ એ જરૂર કહ્યુ કે નોટની નકલ કરવી મુશ્કેલ છે.  

વેબદુનિયા પર વાંચો