મોદી પાક્કા ગુજરાતી... ઓબામાને ભારત બોલાવી દેશને આ ફાયદા કરાવ્યા...
બુધવાર, 28 જાન્યુઆરી 2015 (10:26 IST)
ઓબામા તેમની પત્ની મિશેલ સાથે ભારતમાં આવ્યા. ત્રણ દિવસ રહ્યા. ગણતંત્ર દિવસની પરેડમાં હાજર રહ્યા. શાહી ભોજન સમારંભનો આનંદ માણ્યો. વિપક્ષી નેતાઓને મળ્યા. બૌદ્ધિકોને મળ્યા અને છેલ્લે ભારતનો આભાર માની સઉદી અરેબિયા તરફ ચાલી નીકળ્યા.
મહેમાન ગયા એટલે હવે શરૂ થવા લગી ફાયદા અને ખોટની વાતો. ઓબામાની ત્રણ દિવસની સરભરમાં મોદીએ સરકારી ખજાનો ખુલ્લો મુકી દીધો હતો. આ ત્રણ દિવસીય મેગા કાર્યક્રમમાં કેટલો ખર્ચ થયો તે તો પછી ખબર પડશે. પરંતુ હવે સવાલ એ છે કે ઓબામા શુ લઈને ગયા અને ભારતને શુ આપી ગયા.
ઓબામાની ભારત મુલાકાતથી આપણા દેશને શુ ફાયદો થયો ? વાતમાં વજન તો ક હ્હે.. કેમ કે આટલો ખર્ચ કર્યા પછી ફાયદાની આશા તો હોવાની જ.
ઓબામા શુ આપીને ગયા ?
મોદી પાક્કા ગુજરાતી છે. લાભ વિના તેઓ કંઈ પણ નથી કરતા. ઓબામાને ભારત બોલાવવા પાછળ મોદીને રાજકીય લાભ તો થવાનો જ. પણ દેશને ઘણો ફાયદો થશે. ત્યારે જોઈએ કે ઓબામા પાછળ થયેલા ખર્ચ પછી ભારતને શુ મળ્યુ.