નિર્ભયાકાંડના સગીર આરોપીને છોડવો એક લાચારી - મેનકા ગાંધી

મંગળવાર, 3 નવેમ્બર 2015 (14:00 IST)
નિર્ભયાકાંડના બળાત્કારીઓમાં સામેલ સગીર આવતા મહિને સુધાર ગૃહમાંથી મુક્ત થવાનો છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ સોમવારે તેની સજા ન વધારી શકવામાં પોતાની લાચારી અને સમર્થતા બતાવી. તેમણે કહ્યુ કે જો કે કાયદાનુ પાલન કરવામાં આવ્યુ પણ તેઓ એ વાતને લઈને કશ્મકશમાં છે કે સૌથી ધૃણાસ્પદ અપરાધમાંથી એક નિર્ભયાકાંડ પર સંભળાવવામાં આવેલ નિર્ણય ન્યાયના હિસાબથી યોગ્ય હતો ? 
 
તેમણે કહ્યુ કે દોષી સગીરની મુક્તિ પછી પણ તેના પર ચુસ્ત નજર રાખવી જોઈએ. તેમણે કહ્યુ કે આ મુદ્દાને સંબંધિત અધિકારીઓ સામે પણ ઉઠાવશે. 
 
3 વર્ષ સુધાર ગૃહમાં રહેવાની સજા પૂરી કર્યા પછી દોષી સગીરની આવતા મહિને મુક્તિ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા મેનકાએ કહુ કે ન્યાયને કાયદા સાથે મળીને ઉલઝાઈ જવુ ન જોઈએ. કારણ કે અનેક વાર બંને વચ્ચે અંતર હોય છે. તેમણે કહ્યુ કે નિર્ભયાકાંડમાં દોષી સગીરને મુક્ત કરવામાં આવી રહ્યો છે. કારણ કે અપરાધ કરતી વખતે તે સગીર હતો અને કાયદાકીય નિર્ણય સંભળાવતી વખતે આ વાતને ધ્યાનમાં રાખવામાં આવી. 
 
તેમણે કહ્યુ, 'આપણે કાયદાને ન્યાય સમજવાની ભૂલ ન કરવી જોઈએ. કાયદાએ કહ્યુ કે તે દોષી છે, પણ સજાના રૂપમાં ફક્ત બાળ સુધાર ગૃહમાં જ મોકલી શકાય છે.  આ કશ્મકશ અને વિસંગતિને અમે સુધારવાની કોશિશ કરી રહ્યા છે.  તેણે પોતાની સજા પૂરી કરી અને કાયદાકીય રીતે તે મુક્ત થઈને બહાર આવી રહ્યો છે. અમે તેના વિશે ત્યા સુધી કશુ નથી કરી શકતા જ્યા સુધી કોઈ બીજો અપરાધ નથી કરતો. અમે ફક્ત આટલુ જ કરી શકીએ છીએ. 
 
તેમણે કહ્યુ, 'મને નથી ખબર કે ન્યાય થયો કે નહી પણ એટલુ જરૂર નક્કી છેકે કાયદાનુ પાલન કરવામાં આવ્યુ. જ્યારે તેને આ પૂછવામાં આવ્યુ કે શુ સરકાર તેના દ્વારા બીજો કોઈ અપરાધ થવાની રાહ જોઈ રહી છે. મેનકાએ જવાબ આપ્યો. હા મને ભય છે કે અમે એ જ કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યુ, 'એ એવો માણસ છે જેના પર નજર રાખવી જોઈએ હતી. તેને આવી જ રીતે જવા નથી દઈ શકાતો કે તે મુક્ત થઈને કોઈ વધુ અપરાધ કરે.' 
 
આ પૂછતા કે શુ તેના પર નજર રાખવાને લઈને સબંધિત અધિકારીઓ સાથે વાત કરી છે. મેનકાએ કહ્યુ કે 'હુ વાત કરીશ' 2012માં દિલ્હીના નિર્ભયા કાંડમાં દોષી જોવા મળેલ સગીર બળાત્કારીને 15 ડિસેમ્બરના રોજ મુક્ત કરવામાં આવશે.   

વેબદુનિયા પર વાંચો