ગુડબાય 2015 - ન્યૂઝ મેકર ઓફ ધ યર - 22 વર્ષીય આ વ્યક્તિએ જ્યારે ગુજરાત સરકારની ઉંઘ ઉડાવી દીધી હતી

મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (17:34 IST)
હાર્દિક પટેલનુ નામ ઓગસ્ટ મહિનામાં અચાનક સામે આવ્યુ. હાર્દિક ગુજરાતમાં પટેલ જાતિ માટે 27 ટકા અનામતની માંગ કરી રહ્યા છે. તેઓ પાટીદાર આંદોલનના સંયોજક છે. ઓગસ્ટમાં સૂરત અને પછી અમદાવાદમાં થયેલ તેમની રેલોમાં એકત્ર થયેલ લોકોના સૈલાબ પછી હાર્દિક નેશનલ મીડિયાની ચર્ચામાં આવી ગયા. તેઓ છેલ્લા એક મહિનાથી રાજદ્રોહના આરોપમાં સૂરતની લાજપોર જેલમાં બંધ છે. 
 
ટોપ 10માં કેમ ?
 
હાર્દિકના નેતૃત્વમાં 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદમાં વિશાળ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ. રેલીમાં 5 લાખથી વધુ પાટીદાર પટેલનો સમાવેશ થયો. પોલીસે હાર્દિકની ધરપકડ કરી લીધી અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં હિસા ફેલાય ગઈ. આ હિંસામાં એક પોલીસ કર્મચારી સહિત 9 લોકોના મોત થયા. ગુજરાતમાં થયેલ 2002ના રમખાણો પછી પહેલીવાર એવુ બન્યુ કે ગુજરાતના અનેક શહેરોમાં સતત 5 દિવસ સુધી કરફ્યુ લાગેલો રહ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો