મહારાષ્ટ્ર જાતિ પંચાયતનો નિર્ણય - યુવતી 'વર્જીનીટી ટેસ્ટ'માં ફેલ થતા લગ્નના 48 કલાકમાં જ છુટાછેડા

બુધવાર, 1 જૂન 2016 (11:11 IST)
મહારાષ્ટ્રના નાસિક જીલ્લામાં લગ્નના 2 દિવસ પછી જ પત્ની વર્જિન ન જોવા મળતા પતિએ પત્નીને છોડી દીધી અને એટલુ જ નહી ગામની જાત પંચાયત પાસે પણ તેની અનુમતિ મળી. નાસિકના આ ગામમાં જાત પંચાયત એ નક્કી કરે છે કે નવવિવાહિતા યુવતી વર્જિન છે કે નહી.  22 મે ના રોજ નાસિકના યુવકની અહમદનગરની એક યુવતી સાથે લગ્ન થયા હતા. 
 
યુવતી વર્જિન છે કે નહી તેનો નિર્ણય કરવા માટે પંચાયત જોડાને એક સફેદ ચાદર પર સેક્સ કરવા માટે કહે છે. સેક્સ પછી જો ચાદર પર લોહી ન મળે તો યુવતી વર્જિન નથી એવુ મનાય છે.  'વર્જીનીટી ટેસ્ટ'માં ફેઇલ થઇ છે અને તે પછી ગામની પંચાયત લગ્ન સમાપ્ત કરવાનો ફેંસલો સંભળાવ્યો હતો. આ મામલે યુવતીનો પક્ષ છે કે તે પોલીસ ભરતીની તૈયારી કરવાને કારણે શારીરિક અભ્યાસ કરી રહી હતી જેના કારણે આવુ થયુ. 
 
પંચાયતના આ નિર્ણય પછી યુવતી અને તેના માતાએ પોલીસમાં ફરિયાદ કરવાનુ વિચાર્યુ પણ તેના પિતાએ તેમને આવુ કરવાની ના પાડી. એટલુ જ નહી મા બેટીને લગભગ એક અઠવાડિયા સુધી ઘરમાં જ નજરકેદ કરીને રાખ્યા.  
 
સૂત્રો મુજબ યુવતી અને તેનો પરિવાર પણ હવે આગળ કોઈ કાર્યવાહી નથી કરવા માંગતુ પણ તેઓ પંચાયત તેમની પાસે વધુ એક ટેસ્ટ કરાવવાની રજૂઆત કરી ચુક્યુ છે. બીજા ટેસ્ટના રૂપમાં શરીર કે ઉપરના કે ન ઈચલા ભાગમાં પીડિતાએ પંચાયત દ્વારા કરવામાં આવેલ એક મીટર કપડુ બાંધીને દોડવુ પડશે અને પંચાયતના પુરૂષ પ્રતિનિધિ તેનો પીછો કરશે. પ્રતિનિધિ પીડિતા પર લોટની ગોળીઓ પણ ફેંકશે. જો કે પીડિતાએ આનાથી ઈનકાર કરી દીધો છે. 

વેબદુનિયા પર વાંચો