રાજનાથને મળ્યા મુસ્લિમ ધર્મગુરૂ, કહ્યુ - 'PAK જિંદાબાદ' કહેનારાઓ સાથે વાતચીત કેમ ?

બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (11:47 IST)
કાશ્મીર મુદ્દા પર બરેલવી મદરસે સાથે જોડયેલ મુસ્લિમ ધર્મગુરૂઓએ મંગળવારે ગૃહ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી અને તેમને કહ્યુ કે આપ હુર્રિયત અને એ લોકો સાથે કેમ વાત કરે છે, જે પાકિસ્તાન જિંદાબાદ' ના નારા લગાવે છે. આ સાથે જ મુસ્લિમ ધર્મગુરૂઓએ ખુદ કાશ્મીર ઘાટીમાં એક શાંતિ રેલી કાઢવાનો પ્રસ્તાવ આપ્યો.  
 
કાશ્મીર ઘાટીમાં શાંતિ માર્ચ કાઢે  
 
પ્રતિનિધિમંડળનુ નેતૃત્વ કરનારા ગરીબ નવાઝ ફાઉંડેશનના મૌલાના અંસાર રાજાએ કહ્યુ કે અમે ગૃહમંત્રીને પ્રસ્તાવ આપ્યો કે તેમણે સૂફી વિદ્વાનો અને મુસ્લિમ ધર્મગુરૂઓના એક પ્રતિનિધિમંડળનું ઘાટીમાં નેતૃત્વ કરવુ જોઈએ. જેથી અમે પત્થરબાજી કરનારા યુવકોના મગજમાં કેટલુક જ્ઞાન નાખવાની કોશિશ કરી શકીએ. રજાએ કહ્યુ કે અમારી યોજના છે કે દેશના વિવિધ ખાનકાહોમાંથી 60 સૂફી એક હાથમાં કુરાન અને બીજા હાથમાં ત્રિરંગો લઈને કાશ્મીર ઘાટીમાં શાંતિ માર્ચ કાઢે. 
 
અલગતાવાદીઓ પર વરસ્યા મુસ્લિમ ધર્મગુરૂ 
 
રઝાએ અલગતાવાદીઓ સાથે કોઈપણ પ્રકારની વાતચીતની શક્યતાને રદ્દ કરતા કહ્યુ કે તમે એ લોકો સાથે કેવી રીતે વાત કરી શકો છો જે પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહ્યા છે ? અમે લોકો આ મામલામાં બિલકુલ સ્પષ્ટ છીએ કે જેવા એ લોકોને તાજેતરમાં  કેટલાક લોકો સાથે કર્યુ, અમે એ લોકોના દરવાજે નહી જઈએ. રજાએ હુર્રિયત નેતાઓને મળવા ગયેલ સર્વદળીય પ્રતિનિધિમંડળના સભ્યને ચાયખોર કરાર આપતા કહ્યુ કે તેમણે પ્રતિનિધિમંડળથી અલગ થઈને અલગતાવાદીઓને મળવા જવુ જોઈએ નહોતુ. 
 
કાશ્મીર અમારુ છે અને અમારુ જ રહેશે 
 
રજાએ કહ્યુ કે આપણે તેમની પાસે કેમ જવુ જોઈએ ? કાશ્મીરી કહવા તો દિલ્હીમાં પણ મળે છે. અલગતાવાદી નેતાઓને આપવામાં આવેલ સુવિદ્યાઓની સમીક્ષા સહિત કાશ્મીર પર સરકારના વલણનું સમર્થન કરતા રજાએ કહ્યુ કે સમાધાન જરૂર નીકળશે. કાશ્મીરની સ્થિતિ પર ભારતની નીતિ અને પ્રતિક્રિયા ઠીક છે. કાશ્મીર આપણુ છે અને આપણુ જ રહેશે.  

વેબદુનિયા પર વાંચો