#YadavVsYadav - તો શુ એક શ્રાપને કારણે વિખરાય રહ્યો છે મુલાયમનો પરિવાર ?

મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (14:51 IST)
24 ઓક્ટોબર 2016, મતલબ સોમવારે મુલાયમ સિંહ યાદવ પરિવાર વચ્ચે ચાલી રહેલ મહાભારતનુ એક વધુ રૂપ જોવા મળ્યુ. જ્યારે મંચ પર જ ચાચા શિવપાલ અને ભત્રીજો અખિલેશ માઈક માટે છિના ઝપટી કરતા જોવા મળ્યા.  આટલુ જ નહી બંને વચ્ચે મારમારીની પરિસ્થિતિ ઉભી થઈ. જેમા સિક્યોરિટીએ વચ્ચે પડીને બચાવ કર્યો. 
તો શુ એક શ્રાપને કારણે મુલાયમનો પરિવાર વિખરાય રહ્યો છે 
 
જો કે આ પારિવારિક યુદ્ધનો શુ અંત થશે તેના પર કોઈ નિર્ણય થઈ શક્યો નથી. પણ સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક પોસ્ટર વાયરલ છે. જેમા કહેવામાં આવ્યુ છે કે આ એક સંતનો શ્રાપ છે જે સાચો થઈ રહ્યો છે.  
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે વારાણસીમાં દુર્ગા પ્રતિમાને ગંગામાં વિસર્જીત કરવાને લઈને થયેલ વિવાદમાં સાધૂ સંતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ પોસ્ટરમાં બતાવ્યુ છે કે સપામાં ફૂટ વારાણઈમાં સાધુ સંતો અને બટુકો પર થયેલ લાઠીચાર્જ અને શ્રાપનુ પરિણામ છે. 
 
સ્વામી અવિમુક્તરેશ્વરાનંદના પોસ્ટરમાં લખ્યુ છે, કરપાત્રીજી મહારાજ પછી એક વધુ સંતનો શ્રાપ ફલિત થયો છે. 
 
ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બર 2015ના રોજ ગંગામાં મૂર્તિ વિસર્જનને લઈને શંકારાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના પ્રમુખ શિષ્ય સ્વામી અવિમુક્તરેશ્વરાનંદ પાતાલપુરી મઠના મહંત બાલક દાસ અને બટુકો પર લાઠીચાર્જ કર્યો હતો. 
 
હાલ આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ છે. જોકે આ પોસ્ટર પર સ્વામી અવિમુક્તરેશ્વરાનંદની હાલ કોઈ ટિપ્પણી મળી નથી.

વેબદુનિયા પર વાંચો