પાકિસ્તાની હેકરે LDRP કોલેજની વેબસાઈટ હેક કરી

બુધવાર, 12 ઑક્ટોબર 2016 (14:10 IST)
ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તંગ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન હેકર્સ દ્વારા ગાંધીનગર સ્થિત એલડીઆરપી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીચર્સની વેબસાઇટ હેક કરી દેવાઈ હતી. સોમવારે સાંજે ‘ડેથ એડર્સ ક્રુ’ના નામે હેકર્સ દ્વારા સાઈટ હેક કરીને 'પાકિસ્તાન ઝીંદાબાદ' સુત્ર સાથે પાકિસ્તાની ફ્લેગની તસવીર લગાવી દેવાઈ હતી. સાઈટ હેક કરવાની સાથે હેકર્સે લખ્યું છે કે ‘અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ મોદીજી, તમારી પહેલાંથી જ નબળી સિક્યુરિટી ઉપર અમે હસવું આવે છે. આ બનાવને પગલે સત્તાધીશો દ્વારા સાઈટને તાત્કાલિક બંધ કરી દેવાઈ છે. સોમવારની રાત્રે આ બાબતની જાણ એક વિદ્યાર્થી દ્વારા ઇન્સ્ટીટ્યુટનાં રજિસ્ટ્રાર મંત્રાલયને કરવામાં આવી હતી. કોલેજ તંત્ર દ્વારા વેબસાઇટ ડેપલોપરને જાણ કરતા સાઇટને અન્ડર મેન્ટેન્સ મુકી દેવામાં આવી હતી. જોકે આ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ કરવામાં આવી નહોતી. જોકે, સુત્રોનાં જણાવ્યાનુંસાર પોલીસને જાણ કર્યા બાદ સાઇબર સેલ આ દિશામાં તપાસ ચાલી રહી છે.

વેબદુનિયા પર વાંચો