દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શનિવારે બપોરે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા. ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૌથી વધુ આ ભૂકંપની અસર જોવા મળી છે. ખૂબ મોડા સુધી આ ભૂકંપના ઝટકા અનુભવાયા. ઉત્તરપ્રદેશ, કલકત્તા, બિહાર અને ઉડીસા સહિત અનેક રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપની જાણ થતા જ લોકો ઘર અને ઓફિસોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા.