ઈન્દોરમાં "મરાઠા મોરચા"નું મૂક આંદોલન (જુઓ વીડિયો)

ભીકા શર્મા

સોમવાર, 17 ઑક્ટોબર 2016 (10:36 IST)
કોપર્ડીમાં મરાઠા સમાજ 14 વર્ષીય સગીર યુવતી સાથે બળાત્કાર અને પછી તેની નિર્મમતા પૂર્વક હત્યાથી દુખી મરાઠા સમાજનો વિરોધ પ્રદર્શન હવે મહારાષ્ટ્રની સીમા બહાર પહોંચી ચુક્યો છે. 16 ઓક્ટોબરને મધ્યપ્રદેશની વ્યવસાયિક રાજધાની ઈન્દોરના રસ્તાઓ પર મરાઠા મૂક મોર્ચાની સાક્ષી બની. એક  અનુમાન હેઠળ આ મૂક મોરચામાં લગભગ 15 હજાર મરાઠા લોકોએ ભાગ લીધો. રાજવાડા પર બનાવેલ મંચ પરથી મરાઠા સમાજના કોપર્ડી ઘટનાની મોટી નિંદા સાથે જ સમાજના વક્તાઓએ મરાઠા અનામત અને દલિત એટ્રોસિટી અધિનિયમમાં ફેરફાર સંબંધી માંગોને વારેઘડીએ દોહરાવી. 
દેવીની અહિલ્યાની પ્રતિમાને માલ્યાર્પણ સાથે મોરચો શહેરના વિવિધ માર્ગો પરથી થતો જિલાધીસ કાર્યાલય પર જ્ઞાપન આપવા સાથે સમાપ્ત થયો. રેલીમાં મહિલાઓ અને બાળકોની ભાગીદારી જોવા લાયક રહી. પારંપારિક વેશભૂષામાં સજેલ યુવક યુવતીઓ અનાયાસ બધાનુ ધ્યાન ખેંચ્યુ હતુ. રેલી સંપૂર્ણ રીતે અનુશાસનમાં હતી અને આ વાતની પૂરી વ્યવસ્થા હતી કે શહેરનો વાહનવ્યવ્હાર તેનાથી પ્રભાવિત થાય નહી. 
 
 મોરચામાં અનેક મહિલાઓના હાથમાં દૂધપીતા બાળકો પણ હતા. અનેક વૃદ્ધ પુરૂષ અને મહિલાઓમાં યુવાઓની જેમ જોશ દેખાય રહ્યો હતો. અસલી ચમક યુવાઓના ચેહરા પર હતી. તેમને એ લાગી રહ્યુ હતુ કે તેમનુ આ શાંતિપ્રિય આંદોલન જરૂર સફળ થશે અને કોપર્ડીના દોષીઓને ફાંસીની સજા મળશે સાથે જ તે મરાઠા અનામતને લઈને ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા. 

વેબદુનિયા પર વાંચો