નાગપુરમાં યાકૂબની ફાંસી માટે 22 લાખના બજેટને મળી મંજુરી

શનિવાર, 25 જુલાઈ 2015 (12:58 IST)
1993ના મુંબઈ બ્લાસ્ટ ધમાકાનું ષડયંત્રના ગુનેગાર યાકૂબ મેમનને ફાંસી આપવા માટે મહારાષ્ટ્ર સરકારે 22 લાખ રૂપિયાનુ બજેટ સ્વીકૃત કર્યુ છે. મુંબઈ બ્લાસ્ટના દોષી યાકુબને 30 જુલાઈના રોજ ફાંસી આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટથી ક્યૂરેટિવ પિટીશન રદ્દ થયા પછી યાકૂબને ફાંસીની સજા પર રોક લગાવવા માટે મહારાષ્ટ્રના ગવર્નરની સમક્ષ મર્સી પિટીશન પ્રસ્તુત કર્યુ હતુ. યાકૂબ સાથે જ એક વધુ મર્સી પિટીશન સુપ્રીમ કોર્ટમાં પણ આપવામાં આવી છે. જેના પર સોમવારે સુનાવણી કરવામાં આવશે.  મુંબઈ બ્લાસ્ટના આતંકી યાકુબને ફાંસી આપવા માટે નાગપુરના સેંટ્રલ જેલમાં તૈયારીઓ પ્રારંભ કરવામાં આવી ચુકી છે અને આ અંતિમ પડાવ પર પહોંચવાની છે. 
 
મહારાષ્ટ્ર સરકારે યાકુબની ફાંસી માટે 22 લાખ રૂપિયાના ખર્ચને પણ સ્વીકૃતિ આપી. તેમા સુરક્ષા વ્યવસ્થા પર થનારા ખર્ચનો પણ સમાવેશ છે. શુક્રવારે જેલ વિભાગની આઈજી મીરા બોરવનકરે જેલની મુલાકાત લીધી અને યાકુબને ફાંસી આપવા માટે થઈ રહેલ બધી ગતિવિધિઓની વિગત લીધી છે. નાગપુર જેલના એક સૂત્ર તરફથી મળેલ માહિતી મુજબ યાકૂબને ફાંસી આપવા માટે પહેલા એક ડમી બનાવીને તેની તપાસ કરવામાં આવશે. માહિતી મળી છે કે મીરા નાગપુરમાં બે દિવસ રોકાઈને યોજનાના બધા બિન્દુઓની ઝીણવટાઈપૂર્વક તપાસ કરશે. યાકૂબને ફાંસી આપવાની જવાબદારી મુખ્ય રૂપે નાગપુરના જેલ સુપરિટેંડેટ યોગેશ દેસાઈને આપવામાં આવી છે. અજમલ કસાબને જ્યારે ફાંસી આપવામાં આવી હતી ત્યારે દેસાઈ પુણે જેલની સુપરિટેંડેટના રૂપમાં કાર્યરત હતા. માહિતી મળી છે કે મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલયના ગવર્નર વિદ્યાસાગર રાવે સલાહ આપી છે કે યાકૂબની દયા અરજીમાં કોઈ નવી દલીલ નથી. તેથી તેને રદ્દ કરી દેવી જોઈએ. 

વેબદુનિયા પર વાંચો