20 હજાર રૂપિયામાં કેજરીવાર સાથે 'લંચ' કરો

મંગળવાર, 25 નવેમ્બર 2014 (11:48 IST)
દિલ્હીમાં સરકાર બનાવવાને લઈને ચારેબાજુથી રાજકારણીય વાતાવરણ ગરમાયુ છે. જેના હેઠળ આમ આદમી પાર્ટીએ ફંડ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પાર્ટીની વધુમાં વધુ કોશિશ છે કે ચૂંટણી પહેલા લગભગ 40 કરોડ રૂપિયા એકત્ર કરી લેવામાં આવે. બીજી બાજુ લંચ વિથ કેજરીવાલ અભિયાન 27 નવેમ્બરથી શરૂ થઈ રહ્યુ છે. અરવિંદ કેજરીવાલ મુંબઈના સનવિલા બૈકવેંટ હોલમાં લોકોની સાથે લંચ કરશે.  
 
તેમા ભાગ લેવા માટે 20.000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. બીજી બાજુ ત્રીસ નવેમ્બરના રોજ નવી દિલ્હીમાં બીજો ફંડ રેજિંગ લંચ રહેશે. પાર્ટીનુ અનુમાન છે કે ટ્રેડર્સ વિંગના આ લંચમાં એક 100થી વધુ વેપારીઓ ભાગ લેશે. જોકે હજુ સુધી તેમની એંટ્રી ફીસ અને સ્થાન નક્કી નથી. અમેરિકા, સિંગાપુર, હોંગકોંગ, યુકે અને મધ્ય પૂર્વના દેશોમાં બનેલ આપની શાખાઓને તેનો આદેશ આપવામાં આવી ચુક્યો છે. 
 
પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પંકજ ગુપ્તાએ જણાવ્યુ કે અગાઉની વિધાનસભા ચૂંટણીમાં 18 સીટોને યુએસમાં વસેલા ભારતીયોને દત્તક લીધી હતી.  બીજી બાજુ ફંડ પણ સૌથી વધુ યુએસએથી જ આવ્યુ હતુ. અગાઉ ત્યાની યુનિટને ન્યૂનતમ સાત કરોડ રૂપિયા સુધીનુ ફંડ એકત્ર કરવાનુ કહેવામાં આવ્યુ છે. જ્યારે કે સિંગાપુર યુનિટને ચાર કરોડ, હોંગકોંગને ત્રણ કરો. યુકેને બે કરોડ અને મધ્ય પૂર્વને બે કરોડ રૂપિયા સુધીની રકમ એકત્ર કરવી પડશે. 
 

વેબદુનિયા પર વાંચો