શ્રીરામપુરમાં ખાતે કરાયેલા ભાષણની ચુંટણી પંચે સીડી માંગી

મંગળવાર, 29 એપ્રિલ 2014 (11:38 IST)
શ્રીરામપુરમાં ખાતે કરાયેલા  ભાષણની ચુંટણી પંચે સીડી માંગી

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પશ્ર્ચિમ બંગાળના શ્રીરામપુરમાં ભાષણ આપ્યુ હતુ. જે ભાષણના સીડીની કોપી ચુંટણી પંચે માગી છે. ચુંટણી પંચનુ કહેવું છેકે તેઓ એ બાબતે તપાસ કરવા માગે છે કે મોદીએ પોતાની રેલીમાં આચાર સંહીતાનો ભંગ કર્યો હતો કે નહી. ઉલ્લેખનીય છેકે શ્રીરામપુરમાં રવિવારે મોદીએ રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને નિશાંને લીધા હતા.


ઉલ્લેખનીય છેકે મોદી અને તૃણમૂલ વચ્ચે વિવાદનો વંટોળ ત્યારે શરૂ થતો જ્યારે મોદીએ પશ્ર્ચિમ બંગાળની એક રેલીમાં મમતા બેનર્જી  પર નિશાંન સાધ્યું. જેમાં તેમણે કહ્યુ કે મમતા સરકારે શારદા ચીટ ફંડ ચલાવનારાઓની મદદ કરી આ ઉપરાંત અંગત હુમલો કરતા મોદીએ કહ્યું  કે મમતા બેનર્જીની જે પેંન્ટીંગ 8-10 લાખમાં વેચાતી હતી. તે મુખ્યમંત્રી બન્યા પછી કરોડોમાં વેચાઇ રહી છે.

તૃણમૂલ કોંગ્રેસે કહ્યુ કે નરેન્દ્ર મોદીને જશોદાબેન મુદ્દે દેશના નેતૃત્વ પર ઘેરતા તીખી ટિપ્પણી કરતા કહ્યું કે ગુજરાતના કસાઇ તેમની પત્નીનુ ધ્યાન રાખી શક્યાં, મહાન દેશનું નેતૃત્વ કેવી રીતે કરશે.

આ નિવેદનના કારણે મોદીએ મમતા બેનર્જી પર સીધો હુમલો કર્યો.મોદીએ કહ્યું ભાજપ સત્તામાં આવશે તો શારદા ગોટાળાની તપાસ થશે.  

 

વેબદુનિયા પર વાંચો