બ્લેક મની મામલે આજે સુપ્રીમ કોર્ટેમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સોગંધનામામાં ત્રણ ભારતીયોના નામ મુકાતા દેશના બીઝનેસ સર્કલમાં સનસનાટી મચી ગઈ હતી. સુપ્રીમ કોર્ટમાં કરેલી એકીડેવીટમાં કેન્દ્ર સરકારે રાજકોટના બુલિયન વેપારી પંકજ ચીમનલાલ લોઢિયાનુ નામ પણ મુકાતા ગુજરાતના સોના ચાંદીના વેપારીઓમાં ચકચાર મચી હતી. એ સિવાય સોગંધનામામાં જાણતી ડાબર કંપનીના માલિક પ્રદિપ બર્મન અને ગોવાની ખાણ કંપનીના માલિક રાધા ટિબ્લુના નામો કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા છે.