આપવીતી - પલટીને જોયુ તો બોગીઓ પાટા પરથી ઉતરીને પાણીમાં સમાય ગઈ

બુધવાર, 5 ઑગસ્ટ 2015 (11:16 IST)
મધ્યપ્રદેશના હરદા પાસે ટ્રૈક ધસી જવાથી મંગળવારે બે ટ્રેન દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. દુર્ઘટનામાં બચેલા કેટલાક લોકોએ આપવીતી સંભળાવી છે. 
 
તેજ અવાજ અને અમે ચોંકી ગયા 
 
ભોપાલના ભરત કોળી પોતાની પત્ની સુષમા સાથે પચૌરા સાથે સાંજે સાઢા છ વાગ્યે ટ્રેનમાં સવાર થયા હતા. બંને એંજિનની પાછળ ત્રીજા જનરલ કોચમાં હતા. રાત્રે લગભગ 11 વાગ્યે હરદાથી લગભગ 20 કિમી પહેલા એક ઝડપી અવાજના બધા મુસાફરોને ચોંકાવી દીધા.  ભરતે જણાવ્યુ, "અમને એવુ લાગ્યુ, જેવી રીતે ઝડપથી કશુ અથડાયુ કે પડી ગયુ. અમે કશુ સમજી શકતા એ પહેલા જ ટ્રેન રોકાય ગઈ હતી. બહાર ઉંડુ અંધારુ હતુ. ઝડપી વરસાદ થઈ રહ્યો હતો. જાણવા મળ્યુ કે ટ્રેન એક પુલ પરથી પસાર થઈ. જેના ઉપર પાણી વહી રહ્યુ હતુ. અમે અંધારામાં જ જોયુ કે ત્રણ-ચાર બોગીઓ પાટા પરથી ઉતરીને પાણીમાં સમાય ગઈ હતી. જો કે અંધારાને કારણે કોઈને કશુ સ્પષ્ટ દેખાય રહ્યુ નહોતુ. અમે જ 108 પર ઘટનાની માહિતી આપી. 
MPમાં બે ટ્રેન દુર્ઘટના, 28 મર્યા. રેલ રાજ્યમંત્રી બોલ્યા - આ એક પ્રાકૃતિક વિપદા. અમે બેબસ 
 
ધોતી સાથે ખુદને બાંધીને જીવ બચાવ્યો 
 
દુર્ઘટનામાં બચેલા મટુકે જણાવ્યુ કે તેમણે ખુદને ધોતી સાથે બાંધીને ટ્રેનના બહાર જવાથી રોક્યો. તેમણે જણાવ્યુ કે દરેક બાજુ ચીસો પડી રહી હતી. લોકો જીવ બચાવવા માટે બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા હતા. 
 
ટીટીઈ કરી રહ્યા હતા ટિકિટ ચેક ત્યારે જ કોચમાં ધુસ્યુ પાણી 
 
ભોપાલના દોસો કુમાવત કામાયનીના કોચ એસ-6માં બેસ્યા હતા. તેમણે જણાવ્યુ કે દુર્ઘટના સમયે મોટાભાગના યાત્રી સૂઈ રહ્યા હતા. ટીટીઈ ટિકિટ ચેક કરી રહ્યા હતા. અચાનક જોરથી અવાજ આવ્યો. અવાજ કેવો આવ્યો. જેને લઈને લોકો ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કોચમાં પાણી ઘુસી આવ્યુ. લોઅર બર્થમાં સૂઈ રહેલા મુસાફરો જાગી ગયા. લગભગ 20 મિનિટ પછી ટીટીઈએ એક એક કરીને બોગીના 40 મુસાફરોને કોચના રસ્તે જનરલ બોગીમાં શિફ્ટ કરાવ્યા. 
 
ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ જોરદાર ધમાકો થયો 
 
હરદાના નાનક પાટિલે જણાવ્યુ કે તેઓ કામાયની એક્સપ્રેસમાં જળગાવથી સવાર થયા હતા. ટ્રેન હરદા પહોંચવાની હતી. ત્યા ઉતરનારા મુસાફરોએ પોતાનો સામાન સાચવવો શરૂ કર્યો હતો કે ત્યારે જોરદાર ધમાકો અને ધક્કા સાથે ટ્રેન રોકાય ગઈ. બોગીમાં પાણી ભરાવવા લાગ્યુ. અફરા તફરીની હાલત બની ગઈ. 40 મિનિટ પછી બોગીમાંથી બહાર નીકળી શકાયુ. 

વેબદુનિયા પર વાંચો