જમ્મુ કશ્મીર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુર્ણ થતા જ જુદા જુદા ચેનલો અને એજંસીઓના એક્ઝિટ પોલ્સના પરિણામો સામે આવવા લાગ્યા છે. જેમા ઝારખંડમાં બીજેપીની પ્રચંડ બહુમત મળવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં બીજેપી પોતાના મિશન પ્લસ 44ના અડધા સુધી જ માંડ પહોંચી છે. અહી પીડીપી સૌથી મોટી પાર્ટી બનતી દેખાય રહી છે.