2021 સુધી નહી બચે ભારતમાં ઈસાઈ અને મુસલમાન

ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (15:30 IST)
ધર્મ જાગરણ સમિતિના નેતા રાજેશ્વર સિંહ સોલંકીએ એક એવુ નિવેદન આપી દીધુ છે. જેના કારણે ખલબલી મચી ગઈ છે. રાજેશ્વર સિંહે કહ્યુ છે કે 31 ડિસેમ્બર 2021 સુધી તેઓ ઈસાઈ અને મુસ્લિમ ધર્મને ભારતમાંથી ખતમ કરી નાખશે. તેમણે કહ્યુ કે ઈસાઈઓ અને મુસ્લિમોને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.  
 
રાજેશ્વર સિંહે એ પ્ણ કહ્યુ છે કે 25 ડિસેમ્બરના રોજ થનારા ધર્માતરણના કાર્યક્રમને હાલ ટાળી દેવામાં આવ્યો છે. પણ પછી ફરીથી તેનુ આયોજન કરવામાં આવશે. સાથે જ તેઓ બોલ્યા કે ધર્મ જાગરણ સમિતિ ચર્ચનો વિરોધ કરવો ચાલુ રાખશે. 
 
રાજેશ્વર સિંહે પોતાના નિવેદનમાં કહ્યુ કે ધર્માતરણથી તેમનો મતલબ કોઈ બીજા ધર્મના લોકોનુ ધર્મ પરિવર્તન કરાવવાનુ નથી. પણ તેના દ્વારા એ હિન્દુ લોકોની ઘર વાપસી કરાવી રહ્યા છે જેમને કોઈ દબાણ કે લાલચને કારણે ઈસ્લામ કે ઈસાઈ ધર્મનો સ્વીકાર કરી લીધો હતો.  

વેબદુનિયા પર વાંચો