ISIS લડાકૂ આરિફે પૂછપરછ દરમિયાન કહ્યુ. 'અલ્લાહના કામ માટે ગયો હતો"

શનિવાર, 29 નવેમ્બર 2014 (13:20 IST)
આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ માટે લડવા ઈરાક ગયેલ આરિફે માજિદે એનઆઈએની પૂછપરછમાં કેટલીક મહત્વની માહિતી મળી છે. જેનાથી ભારતને સુરક્ષા એજંસીના હોશ ઉડી ગયા છે. કોર્ટમાં રજુ થતા પહેલા એનઆઈએએ પૂછપરછ કરી તેમણે અનુભવ્યુ કે આરિફનુ સંપૂર્ણ રીતે બ્રેનવોશ કરવામાં આવી ચુક્યુ છે અને તેને આઈએસ માટે જંગ લડવા પર કોઈ અફસોસ નથી.  
 
એક અંગ્રેજી છાપાની રિપોર્ટ મુજબ તપાસકર્તાએ જ્યારે તેમને પુછ્યુ કે ઘરેથી કેમ ભાગ્યા હતા તો તેમનો જવાબ હતો.. અલ્લાહના કામ માટે ગયો હતો. ઉલ્લેખનીય છે કે આરિફ કલ્યાણના જ રહેનારા અમન ટંડેલ, ફહાદ શેખ અને શાહીન ટંકી સાથે  માં ઈરાક ગયો હતો. ત્યા જવા માટે આ ચારે એક તીર્થયાત્રીઓના દળમાં જોડાયા હતા.  પછી ઈરાક પહોંચીને તે ચારેય ગાયબ થઈ ગયા. અને પછી પરિવારના લોકોને ફોન કરીને જણાવ્યુ કે તેમણે ઈસ્લામિક સ્ટેટ માટે હથિયાર ઉઠાવ્યા છે. સૂત્રોનુ માનીએ તો ઈરાક-સીરિયામાં ફહાદ શેખ. અમન ટંડેલ શાહીન ટંકી હજુ પણ ISIS માટે લડી રહ્યા છે. 
 
કલ્યાણના રહેનારા 23 વર્ષના આરિફ છ મહિના પછી શુક્રવારે મુંબઈ પરત ફર્યો. જ્યા એનઆઈએ તેની ધરપકડ કરી લીધી. આરિફને તુર્કીથી પ્રત્યર્પણ કરવા લાવાવામાં આવ્યો છે. આરિફના પિતા એજાજ માજિદ મુજબ ઈરાકમાં લડાઈ દરમિયાન આરિફ તુર્કી ભાગ્યો હતો અને ત્યાથી તેણે ઘરે 20 નવેમ્બરના રોજ સંપર્ક કર્યો હતો. ફોન પર વાત થયા પછી આરિફના પિતાએ આ વિશે ગૃહ મંત્રાલયને માહિતી આપી અને પછી ગૃહ મંત્રાલયે તેને ભારત લાવવાની તૈયારી કરી. 
 
સૂત્રો મુજબ એ એટલા માટે નથી પરત આવ્યો કે આઈએસ પ્રત્યે તેનો ભ્રમ તૂટી ગયો. પણ એ માટે પરત આવ્યો છે કે તે ઘાયલ થઈ ગયો હતો. આરિફે કહ્યુ કે ઈરાકમાં આઈએસે 15 દિવસ સુધી તેને ટ્રેનિંગ આપી હતી. આ ટ્રેનિગ તેને સીરિયા અને તુર્કી લડાઈ પર જતા પહેલા મળી હતી. પૂછપરછ દરમિયાન તેણે કહ્યુ કે તેને બે વાર ગોળી વાગી. ત્યારબાદ તેણે તુર્કીમાં કોઈ સુરક્ષિત સ્થાન પર ફરાર થવાની યોજના બનાવી. તે ગોળી વાગ્યા પછી આઈએસ છોડવા માંગતો હતો જેથી પોતાના જખમોની સારવાર લઈ શકે.  

વેબદુનિયા પર વાંચો