યમુનાને નુકશાન પહોંચાડવા બદલ આર્ટ ઓફ લિવિંગ 100 કરોડ ચુકવવા જોઈએ-ગ્રીન પેનલ

બુધવાર, 9 માર્ચ 2016 (13:02 IST)
પ્રોફેસર સીઆર બાબૂને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા આ સ્થાનના આકલનનુ કામ સોંપવામાં આવ્યુ હતુ.  તેમણે કહ્યુ કે યમુનાને નુકશાન થયુ છે.  આ નુકશાનની ભરપાઈ માટે આર્ટ ઓફ લિવિંગે 100થી 120 કરોડ રૂપિયા ભરપાઈ પેટે આપવા જોઈએ. 
 
આ મુદ્દા સાથે સંકળાયેલી મુખ્ય માહિતી 
 
- યમુના તટના નિકટ 1000 એકર એરિયાને અસ્થાયી ગામના રૂપમાં તૈયાર કરવામાં આવ્યુ છે. જ્યા આર્ટ ઓફ લિવિંગનો ત્રણ દિવસનો વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલ થવાનો છે. અહી યોગા, મેડિટેશન અને શાંતિ પ્રાર્થનાઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે. 
 
- પ્રોફેસર સીઆર બાબૂને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા આ સ્થાનનુ અવલોકન સોંપ્યુ હતુ. તેમણે કહ્યુ કે યમુનાના પ્રોફેસર સીઆર બાબૂને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ દ્વારા આ સ્થાનની આકલનનું કામ સોંપવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ કે યમુનાના તટબંધને નુકશાન થયુ છે. આ નુકશાનની ભરપાઈ માટે આર્ટ ઓફ લિવિંગે 100-120 કરોડ આપવા જોઈએ. 
 
- એનજીટીમાં મંગળવારે આના પર કોઈ નિર્ણય ન થઈ શક્યો. એનજીટીએ કેન્દ્ર સરકારને પૂછ્યુ છેકે યમુના કિનારે કોઈપણ અસ્થાયી માળખાને બનાવવા માટે ઈન્વાયરન્મેંટલ ક્લિયરેંસની જરૂર કેમ નથી ? 
 
- એનજીટી મામલા સાથે જોડાયેલ બધા પક્ષોને નોટિસ આપવામાં આવી છે અને પૂછવામાં આવ્યુ છે કે તેમણે આ કાર્યક્રમ દ્વારા થનારા નુકશાનનુ આકલન કર્યુ છે કે નહી. બીજી બાજુ આર્ટ ઓફ લિવિંગ તરફથી કહેવામાં આવ્યુ છે કે તેમણે બધી શરતો પૂરી કરીને કાર્યક્રમની મંજુરી માંગી છે. 
 
- બીજી બાજુ એનજીટીમાં આ પ્રશ્ન પર સુનાવણી ચાલતી રહી કે યમુના કિનારે આ કાર્યકમ કરાવવો કેટલો ખતરનાક છે. આર્ટ ઓફ લિવિંગના વકીલોએ કહ્યુ કે સંસ્થા આવા કાર્યક્રમ દુનિયાભરમાં કરાવે છે. આયોજન નદીમાં નહી નદી કિનારે થઈ રહ્યુ છે. બીજી બાજુ શ્રી શ્રી રવિશંકરે કહ્યુ કે તેમના લોકો નદીની સફાઈ કરવામાં લાગ્યા છે નદીને ગંદી કરવામાં નહી. પર્યાવરણને નુકશાન ન પહોંચાડનારી સામગ્રી કામમાં લેવામાં આવી રહી છે. 
 
- બીજી બાજુ ડીડીએની ફરિયાદ એ છે કે આર્ટ ઓફ લિવિંગે તેમને કાર્યક્રમની પુર્ણ માહિતી આપી નથી. એનજીટી સામે ડીડીએ કહ્યુ કે કાર્યક્રમને નિયમો હેઠળ મંજુરી આપવામાં આવી. પણ મંજુરીથી વધુ સ્થાનને ધેરવામાં આવ્યુ. 
 
- શ્રી શ્રી રવિશંકરના મહેમાનોને મચ્છરો કે બીજા કીડાથી નુકશાન ન થાય એ માટે મંગળવારે યમુના કિનારે કીટનાશક છાંટવામાં આવ્યુ. એમસીડીના 300 લોકો અહી કામકાજમાં લાગ્યા છે. જો કે ઓફિસર નથી માનતા કે આ છંટકાવથી કોઈ નુકશાન છે. 

વેબદુનિયા પર વાંચો