ભારત આ વર્ષે જૂન મહિનામાં મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમનો ભાગ બન્યુ છે. એક અંગ્રેજી છાપા મુજબ તેના પરિણામ્સવરૂપ જ રૂસ ભારત સાથે મળીને મિસાઈલ બનશે. ભારત અને રૂસ ટૂંક સમયમાં જ 600 કિલોમીટર સુધી માસ્ક ક્ષમતાવાળી નવી જનરેશનની બ્રહ્મોસ મિસાઈલ બનાવશે. આ 600 કિલોમીટર રેંજવાળી આ મિસાઈલની જદમાં પુર્ણ પાકિસ્તાન હશે. MTCRની ગાઈડલાઈંસના મુજબ ક્લબમાં સામેલ દેશ કોઈ બહારી દેશને 300 કિલોનીટરની રેંજથી વધુ મિસાઈલ તકનીક ન તો આપી શકે છે કે ન તો વહેંચી શકે છે કે ન તો સાથે મળીને મિસાઈલ બનાવી શકે છે.
બ્રહ્મોસ મિસાઈલની મારક ક્ષમતા 300 કિમી.
ભારત પાસે જે વર્તમાન બ્રહ્મોસ મિસાઈલ છે તેની મારક ક્ષમતા 300 કિલોમીટર સુધી જ છે. તેનાથી પાકિસ્તાનના અંદરના વિસ્તારોને ટારગેટ કરવા મુશ્કેલ છે. જો કે ભારત પાસે નેક્સ્ટ જનરેશન બ્રહ્મોસ મિસાઈલથી વધુ મારક ક્ષમતાવાળી મિસાઈલ છે. પણ બ્રહ્મોસની ખાસિયત એ છે કે તે ચોક્કસ લક્ષ્ય પર હુમલો કરી શકે છે. ભલે એ લક્ષ્યને કેટલી પણ સુવિદ્યા આપવામાં આવે. જો પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ ઉભી થાય છે તો આ મિસાઈલ એક ગેમ ચેંજર સાબિત થઈ શકે છે.
ભારત-રૂસની ઓછા અંતરની મિસાઈલ પણ બનાવશે
ભારત અને રૂસ વચ્ચે ગોવા સમિત દરમિયાન આ સોદો થયો હતો. તેના મુજબ બંને દેશ મળીને ઓછા અંતરની મિસાઈલો બનાવશે. જેને પનડુબ્બી અને એયરક્રાફ્ટથી પણ ઉડાવી શકાશે. અ સમજૂતીને સમિટ દરમિયાન સાર્વજનિક નહોતા કરવામાં આવ્યા. પણ રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દેશના પત્રકારો સામે આ સમજૂતીનો ઉલ્લેખ કર્યો.