ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈક પછી આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક વીડિયો સંદેશ રજુ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સલામ કરી છે. આ વીડિયો સંદેશમાં કેજરીવાલે કહ્યુ કે તેઓ સર્જીકલ સ્ટ્રાઈક જેવા પગલા માટે પીએમ મોદીને સલામ કરે છે. પીએમ મોદીએ પાકિસ્તાનને જમીન પર જવાબ આપ્યો છે.