મોદી વિદેશોમાં નારેબાજી માટે ભારતમાંથી ભીડ લઈ જાય છે - ખુર્શીદ

સોમવાર, 17 નવેમ્બર 2014 (11:22 IST)
પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે કહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ પર ભારતમાંથી લોકોને નારા લગવવા લઈ જાય છે. ખુર્શીદે  કહ્યુ કે ભારતના લોકો પાસેથી નારા લગાવવાને બદલે મોદીએ  વિદેશીયોને પ્રભાવિત કરવાની કોશિશ કરવી જોઈએ. 
 
શનિવારની રાતે ખુર્શીદે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે મોદી અહીથી લોકોને લઈ જઈને ત્યા નારા લગાવડાવે છે. જો તેઓ વિદેશોના લોકોને પ્રભાવિત કરશે તો બીજા દેશો સાથે ભારતના સંબંધો સુધરશે.  
 
લોકસભા ચૂંટણીમાં હાર્યા પછી ખુર્શીદે પહેલીવાર પોતાના સંસદીય વિસ્તારના પ્રવાસ પર ગયા હતા. ખુર્શીદે કહ્યુ કે હુ બે વાર મ્યાંમાર ગયો છુ. ત્યા તમને રસ્તાઓ પર લોકો નહી જોવા મળે. છેવટે મોદીને અહી 20 હજાર લોકોની ભીડ ક્યાથી મળી ગઈ ? 
 
મોદી સરકારના કામકાજ પર તેમને કહ્યુ કે મોદી સરકારની ખામીઓ અને નિષ્ફળતાઓની સમીક્ષા અત્યારથી કરવી ઉતાવળ કહેવાશે. મોદીને એટલુ જોરદાર સમર્થન મ્ળ્યુ છે કે તેમના કામો વિશે કશુ કહેવા માટે સમય જોઈએ. પૂર્વ વિદેશ મંત્રીએ પૂર્વ કાયદા મંત્રી હંસરાજ ભારદ્વાજ દ્વારા ચિદંબરમના સંદર્ભમાં આપેલ વકતવ્ય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્ય કે કોંગ્રેસની દુર્દશા અને રાહુલ ગાંધીની નિષ્ફળતા જેવા નિવેદન સાર્વજનિક રૂપે ન આપવા જોઈએ. પણ તેને પાર્ટી ફોરમમાં ઉઠાવવા જોઈએ.  
 
તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે કોંગ્રેસ શાસનમાં જ્યારે ક્યારેય ચીની અતિક્રમણની ઘટના બનતી હતી તો સરકારને ડરપોક અને ન જાને શુ શુ કહેવામાં આવતુ હતુ. પણ પ્રધાનમંત્રી મ્દોઈને મળવા આવેલ ચીનના રાષ્ટ્ર્પતિના ભારતમા રહેતા ચીની સૈનિકોએ ભારતીય સીમા પર જે ઉત્પાત કર્યો તેના પર બીજેપી કે સરકારના કોઈ નેતાએ કોઈ પ્રતિક્રિયા વ્યક્ત નહોતી કરી. 
 
પોતાના નિવાસ કાયમગંજમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ખુર્શીદે મોદી સરકાર દ્વારા સ્વર્ગીય જાકિર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટની સીબીઆઈ તપાસ કરાવવા પર પ્રશ્ન પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યુ કે સરકાર પહેલા પોતાના મંત્રી રામશંકર કઠેરિયાની માર્કશીટની તપાસ કરાવે. બીજા પર પત્થર ફેંકતા પહેલા પોતાના કાંચના મકાન પર પણ નજર નાખવી જોઈએ. 
 
દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુની જયંતી સમારંભમાં કોગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી મોદીને આમંત્રિત ન કરવાના સંદર્ભમાં સવાલ પૂછતા તેમને કહ્યુ કે જે વ્યક્તિ કોંગ્રેસને નાબૂદ કરવાનો સંકલ્પ કરે તેના પ્રત્યે કોંગ્રેસની શુ પ્રતિક્રિયા હોવી જોઈએ. આ જ તમારા પ્રશ્નનો જવાબ છે. 

વેબદુનિયા પર વાંચો