જાણો મોદી અમેરિકામાં કોને કોને મળશે ?

મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (12:26 IST)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યારે તેમને આવકારવા માટે અત્યારથી અમેરિકામાં વસ્તા ભારતીયો ને ગુજરાતીઓમા થનથનાટ જોવા મળી રહ્યો છે. મોદી અમેરિકાના પ્રવાસ દરમિયાન ક્યા જશે શુ કરશે જેવી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. 
 
અમેરિકા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી સ્ટેચ્યુને પુષ્પાંજલિ લિંકન મેમોરિયલ અને અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલ માર્ટિન લ્યુથર કિંગ જૂનિયરના મેમોરિયલની મુલાકાત લઈ શકે છે. પ્રધાનમંત્રી તરીકે પોતાની પ્રથમ અમેરિકન મુલાકાત દરમિયાન
ક્યા જશે. શુ કરશે જેવી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. 
 
અમેરિકા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી સ્ટેચ્યુને પુષ્પાંજલિ લિંકન મેમોરિયલ અને અમેરિકાની રાજધાની વોશિંગટન ડી.સીમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલા માર્ટિન લ્યુથર કિંગ જૂનિયરના મેમોરિયલની મુલાકાત લઈ શકે છે. પ્રધાનમંત્રી તરીકે પોતાની પ્રથમ અમેરિકન મુલાકાત દરમિયાન મોદી 9/11 આતંકવાદી યાદમાં ન્યૂયોર્કમાં બનાવવામાં  આવેલા મેમેરિયલની મુલાકત લે તેમ માનવામાં આવી રહ્યુ છે. જો કે આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. 
 
વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતના આયોજન સાથે સંકળાયેલ સૂત્રોના જણાવ્યા અનુસાર ન્યૂયોર્કના 9/11 મેમોરિયલ, વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની સામે આવેલા ગાંધી સ્ટેચ્યુને પુષ્પાંજલિ આપવાની સાથે લિંકન મેમોરિયલ અને માર્ટીન લ્યુથર કિંગ જૂનિયર મેમોરિયલની મુલાકાતે મોદી જઈ શકે છે.  
 
16 સપ્ટેમ્બર 2000ના રોજ ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ જ્યારે અમેરિકાની મુલાકાત લીધી હતી. ત્યારે તે સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિંટનની હાજરીમાં ડ્યુપોન્ટ સર્કલ નજીક આવેલા ભારતીય દૂતાવાસને સામે ગાંધીજીની પ્રતિમાં અમેરિકાને ભેટમાં આપવામાં આવી હતી. કાંસાની આ પ્રતિમા ભારતના જાણીતા કલાકાર ગૌતમ પાલ દ્વારા કરવામાં આવી હતી અને ભારત દ્વારા અમેરિકન સરકારને ભેટમાં અપાઈ હતી. 
 
આ ઉપરાંત નરેન્દ્ર મોદી નેશનલ મોલના વેસ્ટ એંડમાં આવેલ માર્ટિન લ્યુથર કિંગ જૂનિયર મેમોરિયલની મુલાકાતે જઈ શકે છે. આ મેમોરિયલે 22 ઓગસ્ટ 2011ના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. માર્ટિન લ્યુથર કિંગ જૂનિયર મહાત્મા ગાંધીના મહાન અનુયાયી હતી.  
 
મોદી વોશિંગટનમાં 29 સપ્ટેમ્બરના રોજ આવવાના છે અને 30 સપ્ટેમ્બરના રોજ અહીંથી જ ભારત જવા રવાના થનારા છે. વોશિંગટનમાં તેમના 24 કલાકથી વધુ સમયના રોકાણ દરમિયાન બે મેમોરિયલ અને ગાંધી સ્ટેચ્યુની મુલાકાતને આખરી ઓપ આપવામાં સત્તાધીશો કામે લાગ્યા છે.  
 

વેબદુનિયા પર વાંચો