પાંચસો અને હજાર રૂપિયાના નોટ બંધ થવાથી રોજ કમાવીને ખાનારા સામે બે સમયનુ ભોજનનુ સંકટ બની ગયુ છે. આવામાં ગરીબ મજૂરોના ઘરે ચૂલો બળે એ માટે હોશંગાબાદના કેટલાક વેપારીઓએ દસ રૂપિયામાં દાળ ચોખા ગોળ તેલ મસાલાની પડિકુ વેચવુ શરૂ કરી દીધુ છે. તેમા એટલો સામાન હોય છે કે ગરીબનો પરિવાર બે સમય ભોજન કરી લે છે. જો મજૂર પાસે પૈસા નથી તો તેને આ પડીકું ઉધાર પણ મળી જાય છે.
મોટી નોટો બંધ થવાથી સામાન્ય વર્ગ અને મજૂરની પરેશાની વધી ગઈ છે. બેંકમાં લાંબી લાઈનો લાગી છે તો એટીએમ બંધ છે. હવે આવામાં પૈસા ક્યાથી આવે એ મુસીબત છે. ઠેકેદારો પાસે મજૂરોને સાપ્તાહિક ચુકવણી કરવા માટે રોકડ રકમ નથી. આવામાં ગરીબના ઘરે બે સમયનુ ભોજન તૈયાર થઈ જાય એ માટે કરિયાણા વેપારીએઓ રાહતનુ પડીકુ બનાવ્યુ છે. તેમા દાળ ચોખા સહિત દરેક એ વસ્તુ છે જે સાધારણ ભોજન બનાવવા માટે જરૂરી છે.