ભારત-જાપાન વચ્ચે બુલેટ ટ્રેન સહિત 5 મહત્વના કરાર

શનિવાર, 12 ડિસેમ્બર 2015 (15:41 IST)
ભારતના પ્રવાસ પર આવેલ જાપાનના પ્રધાનમંત્રે શિંજો  આબેની આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં ભેગી પ્રેસ કોન્ફ્રેંસ થઈ. પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તામાં બંને નેતાઓ વચ્ચે પરસ્પર સહમતિના તમામ મુદ્દા પર ચર્ચા થઈ. બીજી બાજુ બંને દેશો વચ્ચે બુલેટ ટ્રેન સહિત અનેક મુખ્ય સમજૂતી પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા. 
 
પહેલી સમજૂતી - બુલેટ ટ્રેન - 503 કિલોમીટર લાંબી મુંબઈ-અમદાવાદ રૂટ પર 300 કિમી.ની ગતિથી બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે. જાપાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે લગભગ 90 હજાર કરોડ રૂપિયાનુ ફંડિંગની ઓફર આપી છે. જાપાનની એજ6સી જીકા ના મુજબ મુંબઈ-અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવા માટે 98 હજાર કરોડ રૂપિયાની જરૂર છે. 
 
બીજી સમજૂતી - ભારત આવતા વીઝા ઑન અરાઈવલ - ભારત બધા જાપાની લોકો માટે વીઝા ઑન અરાઈવલને 1 માર્ચ 2016થી શરૂ કરશે. ત્યારબાદ હવે જાપાનથી આવનારા પર્યટક અને અન્ય લોકો ભારત આવીને વીઝા લઈ શકશે. આ ઈલેક્ટ્રોનિક વીઝા સુવિદ્યાથી જુદુ હશે. પીએમ મોદીએ આનુ એલાન કર્યુ અને કહ્યુ કે બંને દેશો વચ્ચે આ સુવિદ્યાનો ખૂબ લાભ મળશે. 
 
ત્રીજી સમજૂતી - ભારત-જાપાન પરમાણુ કરાર - ભારતીય વિદેશ સચિવ એસ જયશંકર ની ભારત અને જાપાન વચ્ચે પરમાણુ સમજૂતી પર કરાર થયો છે. તેમા કાયદાકીય પહેલુઓને શોધવામાં આવી રહ્યા છે. બંને દેશો વચ્ચે પરમાણુ સહયોગ પર સહમતિ બની છે. 
 
ચોથી સમજૂતી - ભારત, જાપાન રક્ષા વિનિર્માણ કરાર - સુરક્ષાના ક્ષેત્રમાં પણ બંને દેશ એકબીજાના નિકટ આવ્યા છે. બંને દેશો વચ્ચે રક્ષા વિનિર્માણને લઈને કરાર કરવામાં આવ્યો છે. આ સાથે જ મલાબારમાં ભારત-અમેરિકાના સેનાઓના સંયુક્ત અભ્યાસમાં જાપાનની સહભાગિતા ચાલુ રહેશે. સામરિક ક્ષેત્રમાં આનો લાભ મળશે. 
 
પાચમી સમજૂતી - પૂર્વોત્તરમાં માર્ગ નિર્માણ - જાપાન ભારત સાથે મળીને પૂર્વોત્તર (ચીન સાથે અડેલી સીમા પર)માં માર્ગનુ નિર્માણ કરશે. તેનાથી આ ક્ષેત્રમાં ભારતની તાકત વધી જશે. અત્યાર સુધી ભારત તરફથી આ વિસ્તારમાં માર્ગ વગેરેનુ નિર્માણ સારુ નથી. જ્યારે કે ચીને બિલકુલ સીમા સુધી ઉચ્ચ સ્તરીય માર્ગ બનાવી લીધા છે. તેમા એયરપોર્ટ વગેરેનો પણ સમાવેશ છે. 

વેબદુનિયા પર વાંચો