પાંચ રૂપિયાની ચુકવણી ચેકથી કરી તે પણ એવી જગ્યાકે તમે હેરાન થઈ જશો

સોમવાર, 5 ડિસેમ્બર 2016 (14:48 IST)
નોટબંધી પછી ઘણા લોકો ડેબિટ, ક્રેડિટ ઑનલાઈન બેંકિંગ કે ચેકથી ચુકવણી કરે છે પણ શૉપિંગ મૉલ , કરિયાણા દુકાન અને અહીં સુધી કે  હજામની દુકાન પર હવે કાર્ડ કે ઑનલાઈનથી ચુકવણી કરી રહ્યા છે. શાકવાળા, દૂધવાળા અને પાણીપુરીવાળા પણ ઑનલાઈન પેમેંટ લેવા લાગ્યા છે પણ એક માણસ એવી જગ્યા ચુકવણી કરી  છે જેના વિશે અત્યારે સુધી કોઈએ વિચાર પણ નહી કર્યો હોય. સોશલ મીડિયા ચુકવણીના આ સમાચાર વાયરલ થઈ ગયા છે. એમાં કેટલી સચ્ચાઈ છે એ વાત થૉડી મુશ્કેલ છે. 
બીઆર મુરલીધરને એક માણસને સાર્વજનિક શૌચાલય ઉપયોગ કરી તેની ચુકવણી કરવા માટે પાંચ રૂપિયાનો ચેકનો ફોટો તેના ફેસબુક પર શેયર કર્યો  છે. મુરલીધરને લખ્યું કે ટોયલેટ ઉપયોગ કર્યા પછી મદુરાઈમાં એક ચેક ઈસ્યું કર્યો છે. 

 
ત્યારબાદ તેમની આ પોસ્ટ પર 100થી વધારે લોકોએ પ્રતિક્રિયા આપી અને 90 થી વધારે લોકોએ શેયર કર્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો