સિંધુનું પાણી પાકિસ્તાનને નહી મળે - મોદી

શુક્રવાર, 25 નવેમ્બર 2016 (14:19 IST)
પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદી એ પંજાબના ભટીંડામાં એક રેલીને સંબોધિત કરતા પાકિસ્તાન પર કડક હુમલા બોલ્યો છે. . 
મોદીએ કહ્યું પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈકથી જે જખ્મ મળયા છે એ તેનાથી બહાર આવી શક્યુ નથી. 
 
તેમણે પાકિસ્તાની જનતાથી આગ્રહ કર્યો છે કે તેઓ તેમના શાસકના ભ્રષ્ટાચારનો અંત લાવે. નરેન્દ્ર મોદીના ભાષણની છહ મુખ્ય વાતો. 
 
1. સિંધુ નદીનુ જે ટીપુ-ટીપુ પાણી પકિસ્તાન ચાલ્યુ  જાય છે તે પંજાબને મળશે. આ પાણી પંજાબને મળી જશે તો અહીંની માટી સોનુ ઉગાવશે. 
 
2. કેમ આપણે આપણા  અધિકારનો ઉપયોગ ન કરીએ કેમ આપણા ખેડૂતો પાણી માટે તડપતા રહે. 
 
3. પેશાવરમાં શાળા પર હમલા થયો ત્યારે બધા ભારતીય દુખી હતા. પાકિસ્તાની જનતા તેમના શાસકને કહે કે તે ભ્રષ્ટાચાર સામે લડે.. ભારત સામે લડીને તે ખુદની જ બરબાદી નોતરી રહ્યુ છે.  
 
4. સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનને ગહરા ઘા લાગ્યા. તે આ ઝટકાથી બહાર આવી શક્યુ નથી. 
 
5. જ્યારે અમારા જવાનો સર્જિકલ સ્ટાઈક કરી તો સીમા પર હડકંપ મચી ગયો.  
 
6. પાકિસ્તાનને ખબર પડી છે કે અમારી આર્મીની તાકત શું છે.  
 

વેબદુનિયા પર વાંચો