દસ ત્રાસવાદીઓને શોધી કાઢવા ગુજરાતમાં નેશનલ સિક્‍યુરિટી ગાર્ડની બે ટીમો પહોંચી

સોમવાર, 7 માર્ચ 2016 (00:25 IST)
ગુજરાત બાદ હવે રાષ્‍ટ્રીય પાટનગર દિલ્‍હીમાં પણ હાઈએલર્ટની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે, ઇન્‍ટેલીજન્‍સ સંસ્‍થાઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, લશ્‍કરે તોઇબા અને જૈશે મોહમ્‍મદના ત્રાસવાદીઓ દિલ્‍હીમાં ધુસણખોરી કરી શકે છે. મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્‍યું છે કે, સુરક્ષા અધિકારીઓએ દિલ્‍હી પોલીસને માહિતી આપી છે કે, વાયા ગુજરાત મારફતે ભારતમાં પ્રવેશ કરી ગયેલા અને પાકિસ્‍તાનથી આવેલા શકમંદ ત્રાસવાદીઓ રાષ્‍ટ્રીય પાટનગરમાં પ્રવેશ કરી શકે છે.

દિલ્હીથી નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સની ચાર ટૂકડીને અમદાવાદમાં મોકલવામાં આવી છે. આ ટૂકડીના કમાન્ડોએ એ દસ ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે શોધખોળ શરૂ કરી દીધી છે. જગવિખ્યાત સોમનાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરી દેવામાં આવી છે. ચાર ટૂકડીમાંથી ત્રણ અમદાવાદમાં રહી છે અને એક ટૂકડીના જવાનોને સોમનાથ મંદિર ખાતે મોકલવામાં આવ્યા છે.

ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે સોમવારે મહાશિવરાત્રી પર્વ હોઈ રાજ્યમાં અશાંતિ સર્જવાના ઈરાદે આ ત્રાસવાદીઓ ગુજરાતમાં ઘૂસ્યા હશે. પાકિસ્તાનના NSA દ્વારા એવી બાતમી આપવામાં આવી છે કે આ આત્મઘાતી હુમલાખોરો લશ્કર-એ-તૈબા અને જૈશ-એ-મોહમ્મદ સંગઠનના છે.ઇન્‍ટેલીજન્‍સ સંસ્‍થાઓએ ચેતવણીમાં કહ્યું છે કે, આ શકમંદો માર્કેટમાં અથવા તો મોલમાં હુમલાને અંજામ આપી શકે છે. પોલીસે ભરચક વિસ્‍તારો અને સુરક્ષા સંસ્‍થાઓમાં સુરક્ષા વ્‍યવસ્‍થાને વધારે મજબૂત બનાવી દીધી છે. રાષ્‍ટ્રીય પાટનગર દિલ્‍હીમાં પહેલા પણ મોટા હુમલા થઇ ચુક્‍યા છે. ગુજરાતમાં નેશનલ સિક્‍યુરિટી ગાર્ડની બે ટીમો પહોંચી ચુકી છે. કેન્‍દ્ર સરકાર ્‌દ્વારા હાઈએલર્ટની જાહેરાત કરાયા બાદ આ ટુકડી પહોંચી હતી. ગુજરાત પોલીસ પહેલાથી જ એલર્ટ ઉપર છે. રાજ્‍ય સરકારે અગાઉ એનએસજીની ટીમો મોકલવા કેન્‍દ્ર સરકારને અપીલ કરી હતી. ત્‍યારબાદ આ ટીમો પહોંચી છે. રાજ્‍યના ગળહમંત્રી રજનીકાંત પટેલ દ્વારા આ મુજબની વાત કરાઈ છે. તેમણે કહ્યું છે કે, અમે હાઈએલર્ટની જાહેરાત કરી ચુક્‍યા છે. તમામ મહત્‍વના સ્‍થળો ઉપર સુરક્ષા વ્‍યવસ્‍થા વધારવામાં આવી છે. રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલને પાકિસ્‍તાન દ્વારા ત્રાસવાદી હુમલો થઇ શકે છે તેવી માહિતી આપવામાં આવી હતી. . સોમનાથ, દ્વારકા મંદિર, ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર, પાવર પ્‍લાન્‍ટ, બંદરો, બંધ, સુરક્ષા સંસ્‍થાઓ ખાતે એલર્ટની જાહેરાત કરાઈ છે. કેન્‍દ્રીય સંસ્‍થાઓ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં કચ્‍છ દરિયા કાંઠે મળેલી પાંચ ફિશિંગ બોટ મામલામાં તપાસ હાથ ધરી છે. ટોપ આર્મી કમાન્‍ડર ગઇકાલે જ કહી ચુક્‍યા છે કે, શિવરાત્રી મહોત્‍સવની આસપાસ હુમલાની બાતમી મળી છે.

વેબદુનિયા પર વાંચો