ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને આપ્યો વળતો જવાબ, પાક.ના 4 સૈનિકોને ઠાર કર્યા

બુધવાર, 23 નવેમ્બર 2016 (17:45 IST)
ભારતીય સેનાએ બુધવારે પાકિસ્તાની સેનાને વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના 4 જવાન ઠાર કર્યા છે. માર્યા ગયેલા સૈનિકોમાં એક કેપ્ટન રેંંકનો અધિકારીનો સમાવેશ છે.  ભારતીય સેનાએ બુધવારે પાકિસ્તાની સેનાને વળતો જવાબ આપ્યો છે.  ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના ત્રણ જવાન ઠાર કર્યા છે. માર્યા ગયેલા સૈનિકોમાં એક કેપ્ટન રૈંક અધિકારીનો પણ સમાવેશ છે. 
 
ભારતીય સેનાએ આ ત્રણ પાકિસ્તાની સૈનિક કાશ્મીરના માછિલ સેક્ટરમાં જ ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને સેનાએ મંગળવારે આ જ સેક્ટરમાં ભારતીય સેના પર ફાયરિંગ કર્યુ હતુ. આ ફાયરિંગમાં ભારતીય સેનાના ત્રણ જવાન ઘાયલ થઈ ગયા હતા. પાકિસ્તાને સેનાએ એક ભારતીય સૈનિકના શબ સાથે બર્બરતા કરી હતી.  ત્યારબાદ ભારતીય સેનાએ કહ્યુ હતુ કે તે પાકિસ્તાની સેનાની આ નાપાક હરકતનો વળતો જવાબ આપશે. 
 
ઉત્તરી કમાનના બ્રિગેડિયર એસ ગોત્રાએ જણાવ્યુ કે કાશ્મીરના માછિલ સેક્ટરમાં મંગળવારે થયેલ હુમલાનો બદલો લેવા સેનાએ બુધવારે નિયંત્રણ રેખા પર જવાબી કાર્યવાહી કરી. રક્ષા પીઆરઓ મનીષ મેહતાએ કહ્યુ કે ભારતીય  સેનાની ચોકીઓ જોરદાર વળતો જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેનાએ પણ ભીમબર ગલી સેક્ટર, કૃષ્ણા ઘાટી અને નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પર ભારતીય ચોકીઓ પર ગોળીબારી કરી. 

વેબદુનિયા પર વાંચો