ગુજરાતમાં વિવાદાસ્પદ એંટિ-ટેરરિઝમ(ગુજકોક) બિલ પાસ

મંગળવાર, 31 માર્ચ 2015 (16:27 IST)
અગાઉના પ્રયાસોમાં નિષ્ફળ રહેવા છતા ગુજરાત સરકારે વિવાદિત આતંકવાદ નિરોધક બિલને વિધાનસભામાં એકવાર ફરીથી પાસ કરાવી લીધુ છે. 12 વર્ષ જૂના ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બીલ(ગુજકોક)ના સંશોધિત ખરડાને મંગળવારે બીજેપી સરકારે વિધાનસભામાં રજુ કર્યુ અને આ પાસ થઈ ગયુ. કોંગ્રેસ આ બિલનો વિરોધ કરી રહી હતી અને માહિતી મુજબ વોટિંગ થી દૂર રહી. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા પછી રાજ્યની મુખ્યમંત્રી આનંદીબેન પટેલને વિશ્વાસ છે કે આ બિલને રાષ્ટ્રપતિની મંજુરી મળી જશે. 
 
ગુજકોકને છેલ્લા 12 વર્ષોમાં ત્રણ વાર રાજ્ય વિધાનસભામાં પાસ કરાવી ચુકાયુ છે. અંતિમવાર 2009માં તત્કાલીન કેન્દ્ર સરકારે આને રાષ્ટ્રપતિ પાસે મંજુરીની ભલામણ સાથે મોકલવાથી ઈંકાર કરી દીધો હતો. આ દરમિયાન રાજ્ય સરકારે સદનામાં હવે નવુ સંશોધિત બીલ ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ બીલ 2015 પાસ કરાવી દીધુ છે. જેમા કેટલાક સંશોધન કરવામાં આવ્યા છે. પણ વિરોધીઓનુ કહેવુ છે કે સંશોધિત બિલમાં પણ પોલીસ પાસે વધુ તાકત રહેશે. અને તે તેનો દુરુપયોગ કરી શકે છે. 
 
જેમા જોગવાઈ છે કે આરોપી 30 દિવસ સુધી ધરપકડ હેઠળ રાખી શકાય છે. જ્યારે કે વર્તમાનમાં આ સીમા 15 દિવસની છે. એક વધુ પ્રસ્તાવ જેના પર બિલ વિરોધીઓને સૌથી વધુ વાંધો છે.. જો પબ્લિક પ્રોસિક્યૂટર(સરકારી વકીલ) ભલામણ કરે છે તો પોલીસ ચાર્જશીટ કરવા માટે 180 દિવસનો વધુ સમય લઈ શકે છે. આ પણ વર્તમાન સમય સીમાથી ડબલ છે. વિરોધી સૌથી વધુ આ બંને જોગવાઈઓનો જ વિરોધ કરી રહ્યા છે. તેમને લાગે છે કે આનાથી પોલીસને આરોપીઓનુ ઉત્પીડન કરવા માટે પૂરતો સમય મળી જશે. 
 
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે બિલનુ સમર્થન કરતા કહ્યુ, છેલ્લા કેટલા વર્ષોમાં સંગઠિત અપરાઘ આપણા સમાજ માટે મોટુ સંકટ બનીને સામે આવ્યા છે. આર્થિક ઉન્નતિ સાથે ગુજરાતને આતંકવાદ અને આર્થિક અપરાધિઓના હુમલાનો સામનો કરવો પડી શકે છે.  જેને જોતા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બિલ રજુ કરવામાં આવ્યુ હતુ. પણ પૂર્વની યુઈએ સરકારે તેને રદ્દ કરી દીધુ. હવે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેને પરત લાવવા માંગે છે. 
 
વિધાનસભામાં વિપક્ષ નેતા શંકર સિંહ વાઘેલાએ તેનો વિરોધ કરતા કહ્યુ મને ખબર છેકે બિલ વિધાનસભામાંથી પાસ થઈ જશે પણ અમે તેનો વિરોધ કરીએ છીએ. જો આ સરકાર ગુજરાતની સુરક્ષાને લઈને આટલી ચિંતિત હતી તો વાજપેયીના સાત વર્ષના શાસનમાં આ કેમ નહોતુ લાવવામાં આવ્યુ. 
 
2004માં જ્યારે અટલ વાજપેયી સરકાર હતી ત્યારે વાજપેયી સરકારે તેમા થોડો સુધારો કરવાની સલાહ આપી હતી. 2009માં પણ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના આતંકવાદ વિરોધી કાયદાના ત્રણ જોગવાઈ પર આપત્તિ બતાવતા તેને પરત કર્યુ હતુ અને કહ્યુ હતુ કે જ્યા સુધી રાજ્ય સરકાર તેને કેન્દ્રી કાયદાના અનુરૂપ સંશોધન નથી કરતી તેને મંજુરી કરવાની ભલામણ રાષ્ટ્રપતિને નહી કરવામાં આવે. 
 

વેબદુનિયા પર વાંચો