પુરપાટ ઝડપે દોડતી ઓટો અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર, યુવતીનુ મોત (જુઓ વીડિયો)

શનિવાર, 8 ઑક્ટોબર 2016 (10:51 IST)
અમદાવાદમાં આજે વહેલી સવારે વિજયનગર પેટ્રોલપંપ  પાસે દારૂ ભરેલી રિક્ષાએ અકસ્માત સર્જ્યો છે.  પૂરપાટ જતી રિક્ષાની ટક્કર વાગતા એક્ટિવા ચાલક યુવતી ગંભીર રૂપે ઘાયલ થતા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યા સારવાર દરમિયાન તેનુ મોત થયુ છે.    
 
આ અકસ્માતને કારણે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફરી કરતી બે મહિલાઓ પકડમાં આવી છે. આ મહિલાઓ અકસ્માત થતા જ નાસી ગઈ હતી પણ નારણપુરા પોલીસે ઝડપી પાડી છે અને તેમના વિરુદ્ધ પ્રોહિબેશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાબતે ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો હતો અને અકસ્માત સર્જનાર રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.

 
( સાભાર - ઈંડિયા ટીવી ) 

વેબદુનિયા પર વાંચો