મોદીના મંત્રી ગડકરી બોલ્યા - 'અચ્છે દિન' ક્યારેય નથી આવતા, આ ગળાનુ હાડકું બની ગયુ છે

બુધવાર, 14 સપ્ટેમ્બર 2016 (11:43 IST)
2014ના લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો નારો હતો -  'અચ્છે દિન'. સરકાર બનીને એક જ વર્ષ થયુ હતુ કે  બીજેપી પ્રેસિડેંટ અમિત શાહે તેને માત્ર એક નારો બતાવી દીધો હતો. હવે મોદી સરકારના રોડ ટ્રાંસપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરીએ અચ્છે દિન નો નારો સરકારના ગળામાં ફસાયેલુ હાડકુ બતાવી રહ્યા છે. તેઓ બોલ્યા - ભારત અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર છે, અચ્છે દિન નો રાગ મનમોહન સિંહે આપ્યો... 
 
- અહી ઈંડસ્ટ્રીઝ સાથે જોડાયેલ એક પોગ્રામમાં ગડકરીને પૂછવામાં આવ્યુ હતુ કે અચ્છે દિન ક્યારે આવશે ?
 
- જવાબમાં ગડકરી બોલ્યા - અચ્છે દિન ક્યારેય નથી આવતા. ભારત અસંતુષ્ટ આત્માઓનો મહાસાગર છે. એ જ કારણે ક્યારેય કોઈને કોઈ વસ્તુમાં સમાધાન નથી મળતુ. જેની પાસે સાઈકલ છે તેને ગાડી જોઈએ. તેને કશુ બીજુ જોઈએ. તે જ પૂછે છે કે અચ્છે દિન ક્યારે આવશે ?
 
- તેમણે કહ્યુ કે 'અચ્છે દિન' નો શાબ્દિક અર્થ ન લેતા તેને વિકાસના માર્ગ પર કે પછી પ્રગતિશીલ સમજવુ જોઈએ. 
- ગડકરીએ ખુલાસો કર્યો કે અચ્છે દિન નો રાગ અસલમાં એ સમયના પીએમ મનમોહન સિંહે છેડ્યો હતો. 
- પ્રવાસી ભારતીયોના પોગ્રામમાં મનમોહને કહ્યુ હતુ કે સારા દિવસો માટે રાહ જોવી પડશે. તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ  હતુ કે અમારી સરકાર આવશે તો સારા દિવસો આવશે.  એ સમયે અચ્છે દિન ની કલ્પના રૂઢ થઈ ચુકી હતી. આ વાત મને પીએમ મોદીએ બતાવી હતી.' 
- સાથે જ ગડકરીએ મીડિયાને ચેતાવ્યુ કે તેઓ તેમના નિવેદનને ખોટી રીતે રજુ ન કરે. 
 
2014ના લોકસભા ચૂંટણીમાં અચ્છે દિન પર હતો સંપૂર્ણ દામોદાર 
 
- 2014ના લોકસભા ચૂંટણીમાં બીજેપીના ઈલેક્શન કૈમ્પેનનો પુરો જોર અચ્છે દિનના નારા પર જ હતો. 
- ત્યારે પીએમ કેંડીડેટ નરેન્દ્ર મોદી દરેક રેલીમાં અચ્છે દિન લાવવાનુ વચન આપતા હતા. મોદીની આગેવાનીમાં સરકાર બન્યા પછી જ પાર્ટી નેતાઓને સતત પૂછવામાં આવતુ હતુ કે અચ્છે દિન ક્યારે આવશે ? 

વેબદુનિયા પર વાંચો