હવે બિગ બજારમાંથી પણ કાઢી શકાશે 2000 હજાર રૂપિયા, લગ્ન માટે પૈસા કાઢવાના નિયમમાં પણ છૂટ

બુધવાર, 23 નવેમ્બર 2016 (10:56 IST)
નોટબંધીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. બિગ બજારે એલાન કર્યુ છે કે તેના 260 સ્ટોર પર ગ્રાહક પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી 2000 રૂપિયા સુધી કાઢી શકશે. બિગ બજારમાં આ સુવિદ્યા 24 નવેમ્બરથી શરૂ થશે. 
 
ફ્યૂચર રિટેલની કંપની બિગ બજારે આ નવી સુવિદ્યાનુ એલાન મંગળવારે કર્યુ. ફ્યૂચર ગ્રુપના સંસ્થાપક કિશિઅર બિયાનીએ ટ્વીટ કરી પણ બતાવ્યુ કે ગુરૂવારે કોઈપણ બિગ બજારમાં ડેબિટ કાર્ડનો પ્રયોગ કરીને 2000 રૂપ્યા કાઢી શકાય છે. બિગ બજારે સ્ટેટ બેંક ઓફ ઈંડિયા સાથે મળીને આ સુવિદ્યા શરૂ કરી છે. 
 
10 હજાર રૂપિયાથી વધુ માટે આપવુ પડશે ઘોષણા-પત્ર 
 
બીજી બાજુ રિઝર્વે બેંકે સગાઈ-લગ્નવાળા પરિવારને થોડી રાહત આપતા પોતાના ખાતામાંથી 2.5 લાખ રૂપિયા કાઢવા માટે શરતોમાં થોડી છૂટ આપી. જેના હેઠળ ફક્ત 10000થે વધુ રૂપિયાની ચુકવણી માટે જ ઘોષણાપત્ર આપવુ પડશે. સાથે જ આરબીઆઈએ બેંકોને ખેડૂતોને આપવા માટે ગ્રામીણ સહકારી બેંકોને પર્યાપ્ત પૈસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનુ કહ્યુ.  તેનો હેતુ એ ચોક્કસ કરવાનો છે કે ખેડૂતોને વર્તમાન રવી પાકની ઋતુમાં બીજ, ઉર્વરક અને અન્ય કાચા માલની ખરીદી માટે પૂરતા કાયદેસર નોટ મળી રહે. 

વેબદુનિયા પર વાંચો