રાજ ઠાકરેની હેટ સ્પીચ, 'બિન મરાઠીયોની નવી નંબર પ્લેટની ઑટો દેખાય તો આગ લગાવી દો'

ગુરુવાર, 10 માર્ચ 2016 (11:34 IST)
પોતાના તીખા નિવેદનોથી ચર્ચામાં રહેનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ફરી વિવાદિત નિવેદન રજુ કર્યુ છે. મરાઠી મુદ્દા પર રાજનીતિ કરતા રાજે મુંબઈમાં નવા પરમિટવાળા ઓટો રિક્સાને આગ લગાવવાનુ નિવેદન આપીને ખલબલી મચાવી છે. 
 
મનસેના 10માં સ્થાપના દિવસના પ્રસંગ પર પાર્ટી સમર્થકોને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ, "જો નવા પરમિટવાળા આવા ઓટોરિક્ષા રસ્તા પર ચાલતા દેખાય તો અંદર બેસેલા લોકોને બહાર આવવાનુ કહો અને ઓટો રિક્ષાને આગ લગાવી દો. કારણ કે રાજ્ય પરિવહન વિભાગ શિવસેના પાસે છે તો હુ પૂછવા માંગુ છુ કે સોદામાં તેમને કેટલા પૈસા મળી રહ્યા છે.  ઠાકરેએ દાવો કર્યો છે કે લગભગ 70 ટકા નવા પરમિટ બિન મરાઠાને મળી રહ્યા છે અને માંગ કરી કે ફક્ત માટીના લાલને જ લાઈસેંસ આપવા જોઈએ. 
 
    રાજ ઠાકરેએ અગાઉ પણ બીનમરાઠીઓ અને ખાસ કરીને ઉત્તર ભારતીયો વિરૂધ્‍ધ આવા નિવેદનો કરી ચુકયા છે. તેમના કાર્યકરોએ બીનમરાઠીઓ વિરૂધ્‍ધ હિંસક વ્‍યવહાર પણ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો