મહારાષ્ટ્ર વિધાનસભા - ભાજપાને મળશે 130 સીટ

મંગળવાર, 23 સપ્ટેમ્બર 2014 (15:31 IST)
. આવતા મહીને મહારાષ્ટ્ર વિધાનસભા માટે થનારા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ગતિરોધ કાયમ છે. ભાજપાએ મંગળવારે સેનાની 
 
પાસે 288 સીટોમાંથી 130 સીટો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. પણ સેના જો પોતાના 119  સીટોથી વધુ સીટો નહી આપવાના પોતાના નિર્ણયથી પાછળ નહી હટે તો શક્ય છે કે 25 વર્ષ જુનુ ગઠબંધન તૂટી જશે.  પ્રદેશ ભાજપાના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા એકનાથ ખડસેએ તો અહી સુધી કહ્યુ કે ગઠબંધન અંતિમ શ્વાસ લઈ રહ્યુ છે. શિવસેના-ભાજપા ગઠબંધનમાં સામેલ નાના દળોમાં પણ સીટોની વહેંચણી ન થવાથી બેચેની વધી ગઈ છે.  એક દળે તો ધમકી આપી છે કે તેઓ ગઠબંધનથી જુદા થઈને એકલા ચૂંટણી લડવા તૈયાર છે.   
 
શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા ભાજપાને 119 સીટોનો પ્રસ્તાવ આપવાના એક દિવસ પછી ભાજપાએ 135ને બદલે 130 સીટો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ પોતાના  જૂના સહયોગી પાસે મોકલ્યો છે. જો કે પાર્ટીએ કહ્યુ કે જો મજબુરીમાં તેઓ ગઠબંધનથી જુદા થાય છે તો તેઓ એકલા 288 સીટો પર ચૂંટણી લડશે.  
 
જો કે ભાજપાના 130 સીટોના પ્રસ્તાવ પર હાલ શિવસેનાનો કોઈપણ નેતા બોલવા તૈયાર નથી પણ એક સાંસદે પોતાનુ નામ ગુપ્ત રાખવાની શરત પર કહ્યુ કે આ પ્રસ્તાવ જુનો છે.  ઉદ્ધવ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેમણે જે પ્રસ્તાવ આપ્યો છે એ જ અંતિમ છે.  
 
ભાજપાના મહાસચિવ અને મહારાષ્ટ્રના પ્રભારી રાજીવ પ્રતાપ રૂડીએ દિલ્હીને જણાવ્યુ કે અમે 130 સીટોનો ઘણૉ સારો પ્રસ્તાવ શિવસેનાને મોકલ્યો છે. અમે એ સીટોની માંગ કરી છે જેના પર સેના છેલ્લા 30 વર્ષોમાં જીતી નથી શકી. અમે અમારા સહયોગીને કહ્યુ છે કે તેઓ અમને ખરાબથી ખરાબ સીટ આપે પણ સંખ્યા ઓછી ન કરે.  
 
રૂડીએ સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં કહ્યુ કે જો શિવસેના નથી માનતી તો અમે 288 સીટો પર એકલા ચૂંટણી લડવા તૈયાર છીએ. 

વેબદુનિયા પર વાંચો