સરકાર બનાવવા માટે બીજેપી કોણું સમર્થન લેશે - શિવસેના કે એનસીપી ?

રવિવાર, 19 ઑક્ટોબર 2014 (13:06 IST)
મહારાષ્ટ્રથી આવી રહેલ શરૂઆતી પરિણામો મુજબ બીજેપી સૌથી વધુ સીટો પર આગળ ચાલી રહી છે. પણ તે પોતાના દમ પર સરકાર બનાવવાની સ્થિતિમાં નથી દેખાય રહી. તેણે શિવસેના કે એનસીપીનુ સમર્થન લેવુ જ પડશે. બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે સ્પષ્ટ કરી દીધુ છે કે રાજ્યમાં બીજેપીની સરકાર બનશે. તેને આ વાતનો સંકેતના રૂપમાં જોવાય રહ્યુ છે કે બીજેપી મુખ્યમંત્રીના પદને લઈને કોઈ સમજુતી નહી કરે. 
 
પ્રકાશ જાવડેકરે કહ્યુ કે પ્રદેશની જનતાએ કોંગ્રેસ અને એનસીપીની ભ્રષ્ટ સરકારને પદચ્યુત કરવા અને કેન્દ્રમાં થયેલ નિર્ણયની સાથે જવાનો ઈરાદો બતાવી દીધો છે. તેમના આ નિવેદનને આને જોડીને જોવાય રહી છે કે બીજેપી એનસીપીને બદલે જૂના મિત્ર રહી ચુકેલા શિવસેના સાથે જવુ પસંદ કરશે. આનાથી બીજેપી પર રાજનીતિક મૌકાપરસ્તીનો આરોપ પણ નહી લાગે. જો કે સૂત્રોનુ કહેવુ છે કે શિવસેના પર દબાણની રણનીતિ હેઠળ એનસીપી સાથે પણ વાતચીતની ચેનલ ખુલ્લી રાખવામાં આવી શકે છે. 
 
એનસેપીએ બીજેપીને બહારથી સમર્થન આપવાનો સંકેત પણ આપી દીધો છે. બીજેપી મહાસચિવ જેપી નુડ્ડએ કહ્યુ કે કોણી પાસેથી સમર્થન લેવુ છે. આ વિશે પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. સંસદીય બોર્ડની બેઠક આજે 6 વાગ્યે દિલ્હીમાં બોલાવાઈ છે. બીજેપીના એનસીપીની સાથે જવુ એ સ્થિતિમાં શક્ય હોઈ શકે છે.  જ્યારે શિવસેના સાથે વાત ન બને પણ આની શક્યતા ખૂબ ઓછી છે. 
 
બીજીપીએ તો એક રીતે શિવસેના માટે દરવાજો ખોલી દીધો છે. પણ શિવસેના તરફથી અત્યાર સુધી આ વિશે કોઈ ટિપ્પણી આવી નથી. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસે કહ્યુ છે કે અમારી રાજનીતિક શત્રુ કોંગ્રેસ અને એનસીપી છે ન કે શિવસેના. બીજી બાજુ શિવસેના પ્રવકતા સંજય રાઉતે કહ્યુ કે આ વિશે જે પણ નિર્ણય કરવો હ્શે પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે કરશે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે સીટોની વહેંચણીને લઈને વિવાદને કારણે બીજેપી અને શિવસેનાએ ચૂંટ્ણી પરિણામો પહેલા 25 વર્ષ જુનુ ગઠબંધન તોડી નાખ્યુ હતુ અને એકલા હાથે ચૂંટણી લડી હતી. આ દરમિયાન બંને પાર્ટીયો વચ્ચે કડક શબ્દોમાં નિવેદનબાજી ચાલી અને અંતર વધતુ જોવા મળ્યુ. શિવસેનાએ બીજેપીને દગાબાજ કહેતા પોતાના મુખપત્ર સામનામા પીએમ નરેન્દ્ર મોદી પર પણ કડવા શબ્દોમાં ટિપ્પણી કરી હતી. 
 
જો શિવસેના અને બીજેપી વચ્ચે થોડા દિવસો પહેલા આવેલ કડવાશ ભૂલીને સાથે આવવા તૈયાર નહી થાય તો તેણે સરકાર બનાવવા માટે એનસીપી તરફ જોવુ પડશે. અત્યાર સુધીના સમાચાર મુજબ એનસીપી પણ આ બાબતે નરમ પડી છે. પાર્ટીના સીનિયર નેતા મસ્જિદ મેમને કહ્ય કે અમે ફરી મોદી લહેરના શિકર થયા છે અને મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો છે. 

વેબદુનિયા પર વાંચો