BBCએ બતાવી નિર્ભયા કાંડ પર બનેલી ડોક્યુમેટ્રી, પિતા બોલ્યા "આ સમાજની હકીકત છે"

ગુરુવાર, 5 માર્ચ 2015 (11:47 IST)
ભારત સરકાર 16 ડિસેમ્બરના ગેંગરેપના કાંડ પર આધારિત વિવાદિત ડોક્યુમેંટ્રીનુ પ્રસારણ ન કરવા પર જોર આપી રહી છે. પણ બીબીસીએ આને નક્કી સમય પહેલા જ ગુરૂવારે સવારે સાઢા ત્રણ વાગ્યે ડોક્યુમેંટ્રીનું પ્રસારણ કર્યુ.  પહેલા આ ડોક્યુમેંટ્રી 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બતાવવાનુ નક્કી કરાયુ હતુ. પણ સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. 
 
આ દરમિયાન નિર્ભયાના પિતાએ કહ્યુ કે તેમને ડોક્યુમેંટ્રી બતાવવા પર કોઈ આપત્તિ નથી. કારણ કે આ સમાજનો અરીસો છે. નિર્ભયાના પિતાએ કહ્યુ કે તેમને વ્યક્તિગત રૂપે ડોક્યુમેંટ્રી બતાવવા પર કોઈ આપત્તિ નથી. પણ જો સરકારે તેના પર રોક લગાવી તો જરૂર કોઈ મજબૂત કારણ હશે. જ્યારે કે નિર્ભયાની માતાએ નિરાશા વ્યક્ત કરતા કહ્યુ કે લાગે છે કે અમે લડતા લડતા મરી જઈશુ પણ દોષીઓને સજા નહી મળે.  અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત બુધવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ કે સરકાર આ ડોક્યુમેંટ્રીને પ્રસારિત નહી થવા દે. 

વેબદુનિયા પર વાંચો