2015માં બધાના ખાતામાં પૈસા આવવા શરૂ થઈ જશે - કાળા નાણા મુદ્દે બાબા રામદેવનું નિવેદન

સોમવાર, 22 ડિસેમ્બર 2014 (17:11 IST)
હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા યોગ ગુરૂ બાબા રામદેવે કાળાનાણા પર મોટુ નિવેદન આપ્યુ છે કે 2015 મતલબ આવતા વર્ષથી લોકોના ખાતામાં પૈસા આવવા શરૂ થઈ જશે. એક ટીવી ચેનલની સાથે વાતચીત દરમિયાન વાતચીતમાં રામદેવે કહ્યુ કે કાળા ધનના મુદ્દા પર મે જે કહ્યુ છે તે હકીકતમાં બદલાય જશે. 
 
રવિવારે એક ટીવી ચેનલની સાથે વાત કરતા જ્યારે મીડિયાએ રામદેવને પુછ્યુ કે પીએમ મોદીએ કાળાનાણા આવતા લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા જમા કરાવવાનુ કહ્યુ હતુ. હવે આ પૈસો જનતાના ખાતામાં ક્યારે આવશે. જેના જવાબમાં રામદેવે કહ્યુ કે 2015થી લોકોના ખાતામાં પૈસા આવવા શરૂ થઈ જશે. આ સાથે જ રામદેવે મોદીના એ નિવેદનને પણ રદ્દ કરી દીધુ જેમા તેમણે કહ્યુ હતુ કે કોઈને પણ નથી ખબર કે કેટલા કાળાનાણા છે. તેમણે કહ્યુ કે પીએમ મોદીને બધુ ખબર છે કે કેટલા કાળાનાણા છે.  
 
 
ઉલ્લેખનીય છે કે આકાશવાણી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનની વાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કરતા કહ્યુ હતુ કે તેમણે નથી ખબર કે કેટલુ બ્લેક મની બહાર જમા છે. પણ તેમણે પૈસા પરત લાવવાની પ્રતિબદ્ધતા બતાવી છે. 

વેબદુનિયા પર વાંચો