15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન લાલ કિલ્લા પર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈ.એસ)ના આતંકી હુમલો કરી શકે છે. ગુપ્ત એજંસીઓના આ ષડયંત્રથી સુરક્ષા બળો અને પોલીસને ચેતવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને મળેલ એલર્ટ મુજબ હુમલા માટે આતંકી આર્મીના ટ્રક અને પોલીસ વાહનનો ઉપયોગ કરી શકે છે. સુરક્ષા એજંસીઓને 7 RCR થી લાલ કિલ્લા સુધી સુરક્ષાનો પાકો બંદોબસ્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રીની સુરક્ષામાં બે લેયરનુ સુરક્ષા ચક્ર બનાવવામાં આવશે.