આસારામની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

સોમવાર, 6 જૂન 2016 (13:50 IST)
સગીર સાથે યૌન શોષણના આરોપમાં જોઘપુર સેંટ્રલ જેલમાં બંધ આસારામની સોમવારે અચાનક તબિયત ખરાબ થઈ ગઈ. જ્યારપછી તેમને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ સમાચાર જેવા આસારામના સમર્થકોને જાણ થયા તેઓ હોસ્પિટલની બહાર એકત્ર થવા માંડ્યા.  સેંટ્રલ જેલ પ્રશાસને માહિતી આપતા કહ્યુ કે આસારામને સાઈટિકાની તકલીફ છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી તેમને કમજોરી લાગી રહી હતી. 
 
 બીમારીને કારણે આસારામને ચાલવામાં તકલીફ થાય છે. આસારામના દાંતમા પણ દુ:ખાવો છે. ગઈકાલે રાતથી આસારામ તબિયતને લઈને ઠીક લાગતુ નહોતુ.  આજે સવારે સ્થિતિ વધુ બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે આસારામને અનેક બીમારીઓ છે. થોડા દિવસ પહેલા આસારામે પોતાની બીમારીને ગંભીર બતાવતા જીવ જવાની આશંકા પણ બતાવી હતી.  

વેબદુનિયા પર વાંચો