ટ્વિટર પર વાયરલ થઈ રહ્યા છે મફરલમેન 'કેજરીવાલ'

શુક્રવાર, 21 નવેમ્બર 2014 (12:50 IST)
આમ આદમી પાર્ટી વર્તમાન દિવસોમા અરવિંદ કેજરીવાલના 'મફલર મેન ' અને  'ખાંસી' ના હથિયારના રૂપમાં ઉપયોગ કરી લોકોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહી છે. પણ ગુરૂવારે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર પર 'મફલર મેન ' હૈશટેગ ( )ખૂબ ટ્રેંડમાં છે. આ કૈપેન દ્વારા કેજરીવાલને એક સુપરહીરોના રૂપમાં બતાવાયા છે. હવે જોવાનુ એ હશે કે શુ આ 'મફલર મેન ' આમ આદમી પાર્ટીને દિલ્હીની ગાદી અપાવી શકશે ખરા ? 
 
માહિતગારો મુજબ ટ્વિટર પર રજુ એક પોસ્ટરમાં અરવિંદ કેજરીવાલની તુલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરતા લોકોને પુછવામાં આવ્યુ છે કે તમે કોણે પસંદ કરશો.. મફલરમેન કે બ્લફરમેનને... આ જ પ્રકારના અનેક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે પાર્ટીએ સત્તાવાર રીતે તેના પર કૈપેન કરવાની ના પાડી દીધી છે.  પાર્ટીના મુજબ આ કામ પાર્ટી સાથે જોડાયેલા અનેક યુવા કાર્યકર્તાઓનું હોઈ શકે છે. જેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા કેજરીવાલની સાથે સાથે તેમની ખાંસી અને તેમનુ મફલર પણ ખૂબ જાણીતા થયા હતા. જેને તેમણે દિલ્હીની ગાદી અપાવી હતી. પણ 49 દિવસો પછી જ્યારે તેમણે રાજીનામુ આપ્યુ તો લોકોએ તેમની આ જ ખાંસી અને મફલરની ખૂબ મજાક ઉડાવી અહ્તી.  

વેબદુનિયા પર વાંચો