અમિત શાહની ચેતાવણી.. હવે વધુ હવામાં ન ઉડે નેતા.. 7 દિવસમાં 250 રેલીઓનો આદેશ

ગુરુવાર, 29 જાન્યુઆરી 2015 (15:54 IST)
આમ આદમી પાર્ટીને વધતી તાકતને રોકવા માટે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં સાત દિવસમાં 250 રેલીઓ મતલબ રોજની સરેરાશ 36 રેલીઓ કરવાની છે. એટલુ જ ન અરવિંદ કેજરીવાલને રોજ 5 સવાલ પણ પુછવામાં આવશે. બીજેપી ઓફિસ પર અમિત શાહની અધ્યક્ષતાવાળી પાર્ટીની બેઠક પછી બીજેપીએ યુદ્ધ સ્તર પર ચૂંટણીમાં ઉતરવાનુ મન બનાવી લીધુ છે. પાર્ટીએ રેકોર્ડતોડ જીત અને બે ગણી બહુમત (ઓછામાં ઓછી 46 સીટો) મેળવવાનુ લક્ષ્ય રાખ્યુ છે. 
 
કેન્દ્રીય મંત્રી અનંત કુમારે જણાવ્યુ કે પાર્ટી હવે દરેક વિધાનસભામાં હજારથી વધુ બેનર લગાવશે. સાથે જ ચૂંટણી પ્રચાર માટે 120 સાંસદ અને 13 રાજ્યોમાંથી પાર્ટી કાર્યકર્તાઓને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા. આ ઉપરાંત પાર્ટીના સ્ટાર પ્રચારક પણ વિવિધ સ્થાનો પર સભાઓ કરશે. પાર્ટી વિધાનસભા ચૂંટણી માટે સોગંધનામુ રજુ નહી કરે. તેના સ્થાન પર ડોક્યુમેંટ રજુ કરવામાં આવશે. 
 
સૂત્ર બતાવી રહ્યા છે કે બેઠકમાં અમિત શાહે નેતાઓને કહ્યુ કે તેઓ જમીન પર આવે અને હવામાં ન ઉડે.  તેમણે પ્રચાર સામગ્રીના વિતરણને લઈને પણ નેતાઓને ફટકાર લગાવી. અને પુછ્યુ કે હવે તમારો જોશ ક્યા ગયો.  
 

વેબદુનિયા પર વાંચો