લાલુ પ્રસાદ યાદવે નરેન્દ્ર મોદીની જોરદાર નકલ કરી, વીડિયો થયો વાયરલ

શુક્રવાર, 21 ઑગસ્ટ 2015 (11:25 IST)
રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) અધ્યક્ષ લાલૂ પ્રસાદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી બિહાર માટે જાહેર 1.25 લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજને લઈને એક રેલી દરમિયાન પીએમની જોરદાર મજાક ઉડાવી. લાલુએ બુધવારે પટના રેલીમાં આના પર પોતાના ચિર-પરિચિત અંદાજમાં મજાક ઉડાવી. લાલુએ ફક્ત પીએમ મોદીની નકલ જ નહી કરી પ્ણ તેમની પર જોરદાર નિશાન સાધ્યુ. ઉલ્લેખનીય છે કે બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને નેતાઓ વચ્ચે આરોપ પ્રત્યારોપ વધી ગયો છે.  લાલૂ યાદવની આ મિમિક્રીમાં કંઈક વાતો જરૂર છે કે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. 
 
આરજેડી અધ્યક્ષ લાલૂ યાદવે તો પટનાની રેલીમાં રીતસર પીએમ મોદીની નકલ શરૂ કરી દીધી. લાઊએ મોદીની નકલ ઉતારતા તેમની મજાક બનાવી. તેમણે ગરદન મટકાવતા અને મોઢુ બનાવતા કહ્યુ કે.. શુ બોલ્યા હતા.. ભાઈ ઔર બહેનો ભાઈઓ બહેનો.. બિજલી આઈ.. બીજલી મિલી કી નહી.. અરે મોદીજી ઠીક સે બોલો નહી તો નસ ફટ જાયેગા યહા કા. બિહાર માટે પેકેજનુ એલાન કરતી વખતે મોદીના અંદાજ અને હાવભાવની નકલ કરતા લાલૂ બોલ્યા કે એસા કોઈ પ્રધાનમંત્રી દેખા ક્યા હમ લોગોને.. જિસને 50 કરોડ, 70 કરોડ, 90 કરોડ કિતના દે. ત્યારબાદ રેલીમાં હાજર લોકો હંસવા લાગ્યા. તેમણે આગળ કહ્યુ કે વિદ્યાર્થી પરિષદ કા આદમી જનસભામે આગે બેઠકર મોદી-મોદી કે નારે લગાતે હૈ. લોગ નહી સમજતે હૈ.. ગજબ હાલ હૈ ભાઈ.  આપ બોલતે હૈ કિ 5 કરોડ નૌજવાનો કો નોકરી દેને કી બાત કી થી. હમ ઝૂઠે હૈ... નહી પૂરા કિયા.  સભી લોકો કો 15-15 લાખ રૂપિયે દેને કી બાત કહી થી. 
 
આ પહેલા લાલુએ વિશેષ પેકેજને રદ્દ કરતા તેને રાજનીતિક હુમલો બતાવ્યો અને કહ્યુ કે તેમણે પહેલા વિશેષ દરજ્જાનું વચન આપ્યુ હતુ અને આ તેનાથી અલગ છે. તેમણે આની જાહેરાત કરવાને લઈને પણ સવાલ કર્યો. પ્રસાદે કહ્યુ કે મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન દોઢ વર્ષ પહેલા બિહારને વિશેષ પેકેજ દરજ્જો અપવાનુ વચન આપ્યુ હતુ. કેન્દ્ર સરકારને વિશેષ દરજ્જો અને વિશેષ પેકેજ વચ્ચે અંતર સમજવુ જોઈએ. આ બિહારના લોકો માટે એક રાજનીતિક હુમલા જેવુ છે. જેની કોઈ અસર નહી પડે.  તેમણે 15 મહિના પહેલા આ કેમ ન આપ્યુ જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યા હતા. તેમણે વિશેષ પેકેજની જાહેરાતની તુલના કાળુ નાણું લાવવાના તેમના વચન સાથે કરી. 
(વીડિયો સૌજન્ય - યુ ટ્યુબ ન્યુઝ 18)

વેબદુનિયા પર વાંચો