કેજરીવાલના જનલોકપાલ બિલ પર જોરદાર હુમલો, પ્રશાંત ભૂષણે કહ્યુ આ મહા જોકપાલ છે

શનિવાર, 28 નવેમ્બર 2015 (12:20 IST)
આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દિલ્હીની અરવિંદ કેજરીવાલના સરકારના સોમવારે રજુ થનારા જનલોકપાલ બિલ પર જોરદાર હુમલો કર્યો અને દાવો કર્યો કે આ લોકપાલ નહી મહા જોકપાલ છે. 
 
પ્રશાંત ભૂષણે કહ્યુ કે કેજરીવાલનુ લોકપાલ તો કેન્દ્ર સરકારના 2013ના લોકપાલ બિલથી પણ બદતર બિલ છે.  તેનાથી સ્પષ્ટ છે કે અરવિંદ કોઈપણ પ્રકારની જવાબદારી લેવા નથી માંગતા. અરવિંદે જેટલો મોટો દગો દેશની જનતા સાથે કર્યો એટલો મોટો દગો આજ સુધી કોઈ આંદોલને નથી કર્યો. 
 
પ્રશાંત ભૂષણે જણાવ્યુ કે તેમને દિલ્હી સરકારના જનલોકપાલ બિલની કોપી આપ ધારાસભ્ય પંકજ પુષ્કર તરફથી મળી છે જે દિલ્હી વિધાનસભામાં બિઝનેસ એડવાઈઝરી સમિતિના સભ્ય પણ છે. લોકપાલ આંદોલનના સંસ્થાપક રહેલ ભૂષણે ક્રમવાર રીતે આ બિલમાં મોટી ખામીઓનો દાવો કર્યો. 
 
આમ આદમી પાર્ટીના બીજા સંસ્થાપક સભ્ય શાંતિ ભૂષણે તો અહી સુધી કહી દીધુ કે કેજરીવાલે સરકારના લોકપાલને જોકપાલ કહ્યુ હતુ પણ આજે કેજરીવાલનું બિલ મહા જોકપાલ છે. 
 
લોકપાલની નિમણૂંક - કેજરીવાલ સરકારના બિલના હિસાથી લોકપાલની નિમણૂંક સરકાર અને નેતાઓના હાથમાં રહેશે. જે  પૈનલ ચૂંટણી કરશે. તેમા 4માંથી 3 સભ્ય તો નેતા હશે જ્યારે કે લોકપાલ આંદોલનમાં ત્યારની સરકરના લોકપાલ એવુ કહીને રદ્દ કરવામાં આવી હતી કે જો નેતા લોકપાલ પસંદ કરશે તો લોકપાલ સ્વતંત્ર કેવી રીતે થશે?

વેબદુનિયા પર વાંચો