AAP પાસે ચૂંટણી લડવા માટે ધન નથી - કેજરીવાલ

મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (11:43 IST)
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ કે દિલ્હીમાં સરકાર ચલવવા છતા આમ આદમી પાર્ટી પાસે ચૂંટણી લડવા માટે ધન નથી. ગઈકાલે સાંજે દક્ષિણ ગોવામાં અનુસૂચિત જાતિ અને અનૂસૂચિત જનજાતિના એક સમુહને સંબોધિત કરતા કેજરીવાલે કહ્યુ, "આ જોવામાં અસામાન્ય લાગી શકે છે પણ આ સત્ય છે કે દિલ્હીમાં દોઢ વર્ષ સરકાર ચલાવવા છતા આપ પાસે ચૂંટણી લડવા મટે ધન નથી. હુ તમને અમારા બેંકના ખાતા બતાવી શકુ છુ.  અહી સુધી કે પાર્ટી પાસે પણ ધન નથી." જો કે આપે પહેલા જ પંજાબ અને ગોવાના આગામી ચૂંટણી માટેનુ પ્રચાર અભિયાન શરૂ કરી દીધુ છે. 
 
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યુ, "જ્યારે અમે દિલ્હીમાં ચૂંટણી લડી હતી ત્યારે લોકોએ ચૂંટણી લડી હતી.  પોતાના સારા ભવિસ્ય માટે લડનારા દરેક કોઈ માટે 'આપ' એક મંચ છે.   તેમણે કહ્યુ કે ગોવામાં પણ આવુ થવુ જોઈએ. અહી સ્થાનીક લોકો ચૂંટણી લડશે. કેજરીવાલે ખ્યુ કે જો રાજ્યમાં 'આપ' ચૂંટાઈને આવે છે તો તેમા આલાકમાનની સંસ્કૃતિ નહી રહે. તેમને કહ્યુ, 'ગોવામાં ગોવાવાસીઓની સરકાર રહેશે.  અહી સુધી કે ચૂંટણી ધોષણાપત્રની રૂપરેખા પણ ગોવાવાસીઓ જ નક્કી કરશે.  ઘોષણાપત્રમાં હુ મારો હુકમ નહી ચલાવુ. ગોવાના લોકો આનો નિર્ણય લેશે." 

વેબદુનિયા પર વાંચો