કાબુલમાં ફિદાયીન હુમલામાં 14 લોકોના મોત, તાલિબાને લીધી જવાબદારી

સોમવાર, 20 જૂન 2016 (11:09 IST)
અફગાનિસ્તાનની રાજધાની કાબુલના પુલ-એ-ચરખી વિસ્તારમાં સોમવારે મિલિટ્રી બસને નિશાન બનાવીને ફિદાયીન હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 14થી વધુ લોકોના માર્યા જવાના સમાચાર છે. બીજી બાજુ તાલિબાને હુમલાની જવાબદારી લીધી છે. રિપોર્ટ મુજબ ધમાકા સરકારી કર્મચારીઓને લઈને જઈ રહેલ એક મિની બસમાં થયો. 
 
પોલીસે જણાવ્યુ કે મરનારાઓની સંખ્યા વધી શકે છે. જ્યારે કે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ છે. હુમલા પછી તાત્કાલિન સેવાઓને એલર્ટ આપવામાં આવ્યુ છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે વીતેલા મહિનામાં કાબુલમાં ન્યાય મંત્રાલયના કર્મચારીઓની બસને નિશાના બનાવીને ધમાકો કરવામાં આવ્યો હતો. જ્યારે કે એક જૂનના રોજ પણ સેંટ્રલ સિટી ગજનીના કોર્ટ પર પર બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો.  

વેબદુનિયા પર વાંચો